શોધખોળ કરો
Advertisement
અમદાવાદના આ વિસ્તારમાં શાકભાજી વેચતા 6 ફેરિયાને થયો કોરોના, જાણો વિગત
અમદાવાદના અસારવા વિસ્તારમાં શાકભાજી વેચતા 6 ફેરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. આ તમામ કેસ ચાલી વિસ્તારોના છે.
અમદાવાદઃ શહેરમાં સુપર સ્પ્રેડર્સ સમસ્યા વધારી રહ્યા છે. આજે પણ અમદાવાદના અસારવા વિસ્તારમાં શાકભાજી વેચતા 6 ફેરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. આ તમામ કેસ ચાલી વિસ્તારોના છે. ત્યારે હવે અમદાવાદ કોર્પોરેશને પણ આવા સુપર સ્પ્રેડર્સથી થતાં સંક્રમણને રોકવા મોટો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, અમદાવાદમાં ગઈ કાલે 5 વાગ્યા સુધીમાં કોરોનાના 3817 કેસો નોંધાયા છે. જેમાંથી 208 લોકોના મોત થયા છે. જ્યારે 533 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
હવે ફેરિયાઓને કાર્ડ આપી સ્ક્રીનીંગ કરવામા આવશે. એક અઠવાડિયા બાદ ફરી સ્ક્રીનીંગ કરવામાં આવશે. સુપર સ્પ્રેડર અટકાવવા આ નવો રસ્તો અપનાવાયો છે. સ્ક્રીનીંગ માટે આવશે બાદમાં ફેરિયાઓને સર્ટીફકેટ આપવામાં આવશે. અમદાવા મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ લોકોને વિનંતી કરી છે કે વેચનાર વ્યક્તિઓ માસ્ક ન પહેરે તો ઇન્ફેક્શન થઈ શકે છે. બિનજરૂરી શાકભાજી ન અડવા લોકોને તેમણે અપીલ કરી છે.
નોંધનીય છે કે, કોરોનાના સંક્રમણ સૌથી વધુ થતું હોય, તો તે છે સુપર સ્પ્રેડર. અગાઉ અમદાવાદ કોર્પોરેશન દ્વારા લોકોના સૌથી વધુ સંપર્કમાં આવનારા સુપર સ્પ્રેડર એટલે કે શાકભાજીવાળા, દૂધવાળા તેમજ કરિયાણાની દુકાનોવાળાનું સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જરૂર જણાય તે લોકોના રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. 21મી એપ્રિલથી અત્યાર સુધી આવા 21000 નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 222 કેસો પોઝિટિવ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement