શોધખોળ કરો

Ahmedabad: પ્લાસ્ટિક કપ પર પ્રતિબંધ લાદવાના મનપાના નિર્ણયનો વેપારીઓએ કર્યો વિરોધ

અમદાવાદમાં ચાની લારી પર પેપર અને પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ લાદવાનો મનપાએ નિર્ણય લીધો છે. ત્યારે આ નિર્ણયનો વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે.

અમદાવાદ: અમદાવાદમાં ચાની લારી પર પેપર અને પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ લાદવાનો મનપાએ નિર્ણય લીધો છે. ત્યારે આ નિર્ણયનો વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે.  પેપર કપના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ રજૂઆત કરવા મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. મનપા કચેરી પહોંચી મેયર કિરીટ પરમારને આવેદનપત્ર પાઠવ્યું હતું.  વેપારીઓનું કહેવું છે કે, મહાનગરપાલિકાના નિર્ણયથી તેમની રોજી રોટી છીનવાઈ જશે. ન માત્ર પ્લાસ્ટિક અને કાગળના કપ પરંતુ મનપા અન્ય 19 પ્લાસ્ટિકની ચીજ વસ્તુ પર પ્રતિબંધ લાદી શકે છે. જેમાં પ્લાસ્ટિકના ઝંડા, આઈસ્ક્રીમ સ્ટીક....પ્લાસ્ટિક સ્ટ્રો....અને પ્લાસ્ટિક ટ્રે જેવી ચીજ વસ્તુ સામેલ છે. 

20 જાન્યુઆરીથી ચાની કીટલી પર પેપર કપમાં વેચાતી ચા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.  પેપર કપનો ઉપયોગ કરનાર ચાના કીટલીના વેપારી પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.  જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે રોજના ચાના 20 લાખ કપ કચરામાં મળી આવતા હોવાના કારણે ગંદકી વધુ થાય છે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે તેને ધ્યાનમાં રાખીને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.  જોકે ચાની કેટલીના વેપારી તેમજ પેપર કપના ટ્રેડર્સ લોકો રોજગારીથી વંચિત થઈ જશે તેને લઈને આજે એએમસીમાં આવીને વિરોધ કર્યો અને આ વેદનપત્ર મેયર કિરીટ પરમારને આપવામાં આવ્યું હતું.  જણાવ્યું કે જો કાગળ ના કપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો અમારી રોજી રોટી ને ભારે નુકસાન થશે અને એટલા જ માટે વેપારીઓ નાખુશ છે. 

Helmet: ગુજરાતમાં હેલ્મેટના કાયદાનું કડક પાલન ન થતાં હાઈકોર્ટ લાલઘૂમ, ભૂપેન્દ્ર પટેલ સરકારને કરી આ ટકોર

Gujarat Helmet Rule: રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે નોંધ્યું કે, દ્વિચક્રી વાહન ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત હોવાનો કાયદો તો છે પરંતુ રાજ્ય સરકાર ત્યાં યોગ્ય અમલવારી નથી કરાવી રહી. આ મુદ્દાનું હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લેવાની જરૂરિયાત લાગી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, આણંદ, બોટાદ જેવા શહેરોમાં લોકો બે રોકટોક હેલ્મેટ વગર ફરી રહ્યા હોવાનું ચીફ જસ્ટિસના ધ્યાને આવતા આ મુદ્દે કોર્ટ સ્વયં સંજ્ઞાન લઈ શકે છે એવી ચીફ જસ્ટિસે ટકોર પણ કરી હતી.

કોર્ટના અવલોકનો બાદ abp asmita એ અમદાવાદમાં કરેલા રિયાલિટી ચેક માં હેલ્મેટ નહીં પહેરવા ના વિવિધ બહારના અને કારણો આપતા લોકો જોવા મળ્યા. ઘણા અમદાવાદીએ તો ત્યાં સુધી કહ્યું કે તેઓ વર્ષોથી ટુ વ્હીલર ચલાવે છે પણ હેલ્મેટ નો નિયમ છે તેની તેમને ખબર જ નથી!!! ટુ વ્હીલરનું લાયસન્સ લેતી વખતે લેવાતી પરીક્ષામાં હેલ્મેટ ફરજિયાત હોવાનું જણાવાય છે પરંતુ કાયદાનો ચડે ચોક ભંગ થતો હોવા છતાં સરકાર ઢીલાશ રાખતી હોવાની બાબત સામે આવી છે.

ટોપ સ્ટોરી

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
Embed widget