Amit Shah Gujarat Visit: ક્રિકેટના મેદાનમાં જોવા મળશે ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતમાં આ તારીખે કરશે ચોગ્ગા-છગ્ગાવાળી
Amit Shah Gujarat Visit: આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જામનગર આવી પહોંચશે.જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સાંજે ઉતરાણ બાદ રાત્રી રોકાણ જામનગરમાં કરશે.
Amit Shah Gujarat Visit: આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જામનગર આવી પહોંચશે.જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સાંજે ઉતરાણ બાદ રાત્રી રોકાણ જામનગરમાં કરશે. અમિત શાહ જામનગર સર્કીટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે દ્વારકા ખાતે આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપવા રવાના થશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 20મી તારીખે ગાંધીનગરની અંદર ક્રિકેટ રમશે અને ત્યારબાદ ક્રિકેટની મેચ પણ નિહાળશે. 20મી તારીખે અમિત શાહ પોતાના મતવિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ ગાંધીનગર નોર્થના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપશે. આયોજકોએ કરેલા દાવા મુજબ અમિત શાહ ન માત્ર ક્રિકેટ મેચ જોશે પરંતુ ગાંધીનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મેદાનમાં ઉતરી થોડો સમય ક્રિકેટ પણ રમશે. જેનાથી ક્રિકેટ રમનારા ખેલાડીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો જુસ્સો પણ વધશે.
21મેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ આવશે
21મેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ આવશે. ગાંધીનગર સંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતવિસ્તારમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.450 કરોડના કાર્યના ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર સંસદ અમિત શાહના હસ્તે 450 કરોડના કાર્યના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા AMC અને ઔડાના અધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે. અમિત શાહ તેમના મતવિસ્તારમાં આવતી વેજલપુર, નારણપુરા,ઘાટલોડિયા વિધાનસભામાં વિકાસના કાર્યોની ભેટ આપશે.
AMC અને ઔડા અંતર્ગત આવતા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા વિસ્તારની યોજનાઓના ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. શાહ AMC ના અંદાજીત 500 કરોડથી વધુના કાર્ય ખુલ્લા મુકશે. નારણપુરા બેઠક ઉપર 1.5 કરોડના ખર્ચે જીમનેશિયમ અને 1.5 કરોડના ખર્ચે લાયબ્રેરી, ચંદલોડિયામાં 17 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. 300 કરોડના ખર્ચે 2500 આવાસના ડ્રો કરશે.
ગુજરાત સરકાર કર્મચારીઓને આપી શકે છે મોટી ભેટ
ગુજરાત સરકાર આગામી કેટલાક દિવસોમાં સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી શકે છે. મળતી જાણકારી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના આશરે પાંચ લાખ કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની જાહેર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓ માટે આઠ ટકા મોંઘવારી ભથ્થું જાહેર કરી શકે છે. ગયા વર્ષની માફક ત્રણ હપ્તામાં મોંઘવારી ભથ્થું ચુકવાશે. સરકાર જેની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે. થોડા દિવસ અગાઉ જ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે પણ પત્ર લખી મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની માંગ કરી હતી. નોંધનીય છે કે સરકારી કર્મચારીઓને જૂલાઈ 2022થી જે 34 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તેમાં 4 ટકાનો વધારો કરી 38 ટકા આપવામાં આવશે. જાન્યુઆરી 2023થી જે 38 ટકા આપવામાં આવે તેમાં 4 ટકાનો વધારો કરી 42 ટકા આપવામાં આવે. થોડા દિવસ અગાઉ જ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે પણ પત્ર લખી મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની માંગ કરી હતી.