Congress: કોંગ્રેસમાંથી વધુ બે નેતાએ રાજીનામાં આપી દેતા ખળભળાટ
અમદાવાદ: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રાજીનામો દોર ચાલી રહ્યો છે. ગુજરાત યુથ કોંગ્રેસના વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ વધુ બે નેતાએ રાજીનામા આપી દીધા છે.
અમદાવાદ: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રાજીનામો દોર ચાલી રહ્યો છે. ગુજરાત યુથ કોંગ્રેસના વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ વધુ બે નેતાએ રાજીનામા આપી દીધા છે. વિનય સિંહ અને અનીલસિંહ રાજપૂતે રાજીનામા ધરી દેતા રાજકારણ ગરમાયું છે. વિનય સિંહ છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત હતા. પરિવારમાં ત્રણ પેઢી જોડાયેલી હતી. 65 વર્ષથી કોંગ્રેસમાં પરિવાર સક્રિય હોવા છતાં કોંગ્રેસમાં જૂથવાદને લઈને પરેશાન થઈને આજે વિનયસિંહ તોમરે રાજીનામું આપ્યું છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસમાં ટિકિટ તો આપવામાં આવે છે પરંતુ નામ માત્ર બની બેઠેલા નેતાઓ પોતે ન કામ કરે અને યુવાનો આગળ નથી વધી શકતા. આવતીકાલે વિશ્વનાથ વાઘેલાની સાથે વિનયસિંહ તોમર ભાજપમાં જોડાશે.
તો બીજી તરફ અનીલસિંહ રાજપૂતે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. અનીલસિંહ RTI સેલના યુથ કોંગ્રેસના ચેરમેન પણ હતા. એક બાદ એક કોંગ્રેસ નેતાઓએ રાજીનામા આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
ગુજરાત યુથ કોગ્રેસના વડાએ કોગ્રેસમાંથી રાજીનામું આપ્યુ
ગાંધીનગરઃ કોગ્રેસના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના 24 કલાક અગાઉ ગુજરાત કોગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાત યુથ કોગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હાર્દિકના રાજીનામા બાદ એનએસયુઆઇ, યુથ કોગ્રેસનું એક જૂથ વિશ્વનાથસિંહના વિરોધમાં હતું. વિશ્વનાથ સિંહ વાઘેલા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે.
કોગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોગ્રેસની મુખ્ય ઓફિસોમાં ગાંધી પરિવારની ભક્તિ થાય છે. નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા, રાહુલ, પ્રિયંકાના ફોટો હોય છે. કોગ્રેસનું ગળું તો ક્યારનું રૂંધી નાખવામાં આવ્યુ છે, હવે ધીમે ધીમે અહેસાસ થયો હતો. ત્યારની કોગ્રેસ દેશની સેવા કરવા માટે નહી પણ એક પરિવારની ભક્તિ જ કરે છે. કોગ્રેસે રૂપિયા લઇને મને પદ આપ્યા હોવાનો વિશ્વનાથસિંહે આરોપ લગાવ્યો હતો. યુથ કોગ્રેસની ચૂંટણીમાં એક કરોડ 70 લાખ રૂપિયા મે, મારા ગ્રુપે પાર્ટીને આપ્યા છે. વિશ્વનાથ સિંહે કહ્યું કે યુવાનોને જરૂર પડે ત્યારે નેતાઓ હાજર રહેતા નથી. પક્ષમાં નેતાઓનો જૂથવાદ અને પક્ષની સિસ્ટમથી ધૃણા છે. યુવાનો કોગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય જોતા નથી. નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ
IND vs PAK: આ 5 કારણો રહ્યા જેથી ભારત પાકિસ્તાન સામે હાર્યું, જાણો ક્યાં થઈ ટીમ ઈન્ડિયાની ચૂક
Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો
Cyrus Mistry: રતન ટાટાએ સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી કેમ હટાવ્યા? જાણો શું હતો ટાટા-સાયરસ વિવાદ