શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના દર્દીઓ માટે રાહતના સમાચાર, અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ક્યાં બેડ છે તેની માહિતી એક ક્લિક પર મળશે
ખાનગી હોસ્પિટલની યાદી અને હોસ્પિટલમાં બેડ ખાલી છે કે નહીં, તે AHNA.org.in વેબસાઈટ પરથી સરળતાથી તમે જાણી શકશો.
અમદાવાદઃ શહેરમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે, બીજી તરફ સરકારી હોસ્પિટલો હાલ દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. ત્યારે હવે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે રિફર કરવામાં આવી રહ્યા છે. જોકે, અત્યાર સુધી સંકલનના અભાવે દર્દીએ ખૂબ પરેશાન થવું પડતું હતું. તેમજ તેને ધક્કા પણ ખાવા પડતા હતા. જોકે, હવે કઈ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર થાયા છે અને ત્યાં જગ્યા છે કે નહીં, તે જાણવા માટે ખાનગી હોસ્પિટલમા બેડની યાદી આખરે ઓનલાઈન મુકવામાં આવી છે. જેથી દર્દીને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને ઝડપથી સારવાર મેળવી શકે.
ખાનગી હોસ્પિટલની યાદી અને હોસ્પિટલમાં બેડ ખાલી છે કે નહીં, તે AHNA.org.in વેબસાઈટ પરથી સરળતાથી તમે જાણી શકશો. AMCએ 42 હોસ્પિટલો સાથે કરેલા MOUની વિગતો ઓનલાઈન દર્શાવવામાં આવી છે. હોસ્પિટલમાં કેટલા વેન્ટિલેટર, કેટલા દર્દીઓ અને હાલ કેટલા દર્દીઓની સારવાર ચાલુ છે તે તમામ વિગતો ઓનલાઈન જાણી શકાશે.
વેબસાઇટ પરથી કેવી રીતે મળશે વિગતો?
તમે AHNA.org.in વેબસાઇટ પર જશો, તો સૌથી ઉપર એવેબિલિટી ઓફ બેડ્સ એઝ ઓન સાથે જે તે તારીખનું સ્ક્રોલ ચાલતું જોવા મળશે અને ત્યાં ક્લિક હિઅર લખેલું હશે. અહીં ક્લિક કરતાં એક પીડીએફ ખુલશે. જેમાં આગલા દિવસ સુધી કેટલા બેડ ભરાયા છે અને કેટલા બેડ ખાલી છે, તેની સંપૂર્ણ વિગત જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion