શોધખોળ કરો

Gandhinagar: કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાય મેળવવા ખેડૂતોને ક્યા ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે? જોઈલો લીસ્ટ

ગાંધીનગર: રાજ્યમાં ઘણા દિવસથી કમોસમી વરાસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાની થઈ છે. જેને લઈને આજે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગર: રાજ્યમાં ઘણા દિવસથી કમોસમી વરાસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાની થઈ છે. જેને લઈને આજે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ માહિતી આપી હતી. તો આ સહાય મેળવવા શું પ્રોસેસ હોય છે અને ક્યા ક્યા ડોક્યુમેન્ટની જરુર પડશે તે અંગે મંત્રી રાઘવજી પટેલે ફેસબુક પર એક પોસ્ટ કરી માહિતી આપી છે.

ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે

પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

રાઘવજી પટેલે વધુમાં કહ્યું કે, આજરોજ ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel  જીના અધ્યક્ષસ્થાને આયોજિત રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં રાજ્યના ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં વરસાદના કારણે પાક નુકસાની સામે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવી. આ નિર્ણય બદલ માન.મુખ્યમંત્રી શ્રીનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું સાથે જ મંત્રીમંડળના સાથીઓનો પણ આભાર વ્યક્ત કરું છું.

સરકારે સહાયની કરી જાહેરાત

ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.   માર્ચ-૨૦૨૩માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે. ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૩,૫૦૦ ઉપરાંત વધારાની રૂ.૯,૫૦૦ સહાય સાથે કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે. બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૮,૦૦૦ ઉપરાંત વધારાની રૂ.૧૨,૬૦૦ સહાય સાથે કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે.

આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.૧૩,૫૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.૯,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ  નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર  મળવા પાત્ર રૂ.૧૮,૦૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.૧૨,૬૦૦ પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વમાં ફરી જોવા મળી ભારતની તાકાત! આ દેશમાં સાયબર ક્રાઈમ કેસમાં ફસાયેલા 14 ભારતીયોને છોડાવ્યા
વિશ્વમાં ફરી જોવા મળી ભારતની તાકાત! આ દેશમાં સાયબર ક્રાઈમ કેસમાં ફસાયેલા 14 ભારતીયોને છોડાવ્યા
નીટ પેપર લીક મામેલ CBIની મોટી કાર્યવાહી, માસ્ટર માઇન્ડ સહિત ત્રણની ધરપકડ
નીટ પેપર લીક મામેલ CBIની મોટી કાર્યવાહી, માસ્ટર માઇન્ડ સહિત ત્રણની ધરપકડ
ગુજરાતમાં ભારે વરસાદ: 174 રસ્તા બંધ, 30 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, 483 લોકોનું સ્થળાંતર
ગુજરાતમાં ભારે વરસાદ: 174 રસ્તા બંધ, 30 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, 483 લોકોનું સ્થળાંતર
Heart Attack: જો તમારી સામે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તરત જ કરો આ કામ, બચી શકે છે જીવ
Heart Attack: જો તમારી સામે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તરત જ કરો આ કામ, બચી શકે છે જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  'ભ્રષ્ટાચાર' આઉટ ઓફ કંટ્રોલ !Kutch Rains: ડેમ ઓવરફ્લો થતા લખપતમાં માલધારી અને ખેડૂતો ખુશખુશાલHu to Bolish |  હું તો બોલીશ | આવી પંચાયતની ચૂંટણીGir Somnath Rains | વેરાવળમા મૂશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જુઓ આકાશી દ્રશ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વમાં ફરી જોવા મળી ભારતની તાકાત! આ દેશમાં સાયબર ક્રાઈમ કેસમાં ફસાયેલા 14 ભારતીયોને છોડાવ્યા
વિશ્વમાં ફરી જોવા મળી ભારતની તાકાત! આ દેશમાં સાયબર ક્રાઈમ કેસમાં ફસાયેલા 14 ભારતીયોને છોડાવ્યા
નીટ પેપર લીક મામેલ CBIની મોટી કાર્યવાહી, માસ્ટર માઇન્ડ સહિત ત્રણની ધરપકડ
નીટ પેપર લીક મામેલ CBIની મોટી કાર્યવાહી, માસ્ટર માઇન્ડ સહિત ત્રણની ધરપકડ
ગુજરાતમાં ભારે વરસાદ: 174 રસ્તા બંધ, 30 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, 483 લોકોનું સ્થળાંતર
ગુજરાતમાં ભારે વરસાદ: 174 રસ્તા બંધ, 30 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, 483 લોકોનું સ્થળાંતર
Heart Attack: જો તમારી સામે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તરત જ કરો આ કામ, બચી શકે છે જીવ
Heart Attack: જો તમારી સામે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તરત જ કરો આ કામ, બચી શકે છે જીવ
Guru Purnima 2024: કુંડળીમાં ગુરુ દોષને દૂર કરવા ગુરુ પૂર્ણિમાને દિવસે કરો આ ઉપાય
Guru Purnima 2024: કુંડળીમાં ગુરુ દોષને દૂર કરવા ગુરુ પૂર્ણિમાને દિવસે કરો આ ઉપાય
HDFC Bank: HDFC બેંક વધુ એક IPO લાવશે, આ વખતે આ પેટાકંપની થશે લિસ્ટ
HDFC Bank: HDFC બેંક વધુ એક IPO લાવશે, આ વખતે આ પેટાકંપની થશે લિસ્ટ
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સને લાગી શકે છે મોટો ઝટકો, રોહિતની સાથે આ બે દિગ્ગજ પણ ટીમ છોડી શકે છે
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સને લાગી શકે છે મોટો ઝટકો, રોહિતની સાથે આ બે દિગ્ગજ પણ ટીમ છોડી શકે છે
'મુસ્લિમ સૌથી વધુ...', કાંવડ વિવાદ પર હેમા માલિનીએ આ શું કહી દીધું?
'મુસ્લિમ સૌથી વધુ...', કાંવડ વિવાદ પર હેમા માલિનીએ આ શું કહી દીધું?
Embed widget