શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવાયેલાં આસપાસનાં ગામોનાં લોકોને શું થશે મોટો ફાયદો ?
મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, ગટર સહિતની મૂળભૂત સેવાઓ આપવામાં આવશે.
અમદાવાદઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે એક મોટો નિર્ણય લઈને રાજ્યની છ મહાનગરપાલિકાનો વિસ્તાર વધાર્યો છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત ગુજરાતની 6 મહાનગરપાલિકાની આસપાસના ગામ અને નગરપાલિકાઓના વિસ્તારને મહાનગરપાલિકામાં સમાવી હદ વિસ્તારવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાઓની હદ વધારવામાં આવી છે.
આ નિર્ણયના કારણે આસપાસના ગામોનાં લોકોને મોટો ફાયદો થશે. મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, ગટર સહિતની મૂળભૂત સેવાઓ આપવામાં આવશે તેથી આ વિસ્તારોમાં લોકોને રાહત મળશે. તેના કારણે આ વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવ પણ ઉંચકાશે.
ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરપાલિકાઓની હદ વિસ્તારમાં વધારો કરતું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 1 નગરપાલિકા, 7 ગામ, ગાંધીનગર મહાનગરપાલિકામાં 1 નગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકામાં 7 ગામ, સુરત મહાનગરપાલિકામાં 2 નગરપાલિકા, 27 ગ્રામ પંચાયત, રાજકોટ મહાનગર પાલિકામાં 4 ગ્રામ પંચાયત, ભાવનગર મહાનગરપાલિકામાં 1 ગ્રામપંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મહાનગરપાલિકાઓ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને અને શહેર બહારના વિસ્તારોને મહાપાલિકાની હદમાં સમાવાયા છે. શહેરના બહારના વિસ્તારોને હવે સારી નાગરિક સુવિધાઓ મળશે. શહેરી સત્તામંડળો હવે વધુ વિસ્તારોનો વિકાસ કરી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion