Riverfront Death: સેલ્ફીનો ક્રેઝ જીવલેણ નિવડ્યો, પત્નીની નજર સામે પતિ ડૂબ્યો પાણીમાં
અમદાવાદમાં રીવરફ્રન્ટ વોક વે હિસ્સામાં ફોટો પડાવતા જતાં એકનું મોત થયું છે. ફોટો પડાવવા જતા પગ લપસી જતાં તે સાબરમતીમાં પડી ગયા હતા.
અમદાવાદ: રિવરફ્રન્ટ પર સેલ્ફી લેવા જતા પત્નીની નજર સામે પતિ પાણીમાં ડૂબી જતાં તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. ઘોડાસરની રામેશ્વર સોસાયટીમાં રહેતા પતિ પત્ની સોમવારે રાત્રે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યા હતા.અહીં તેઓ સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પર સેલ્ફી લઇ રહ્યાં હતા આ સમયે પતિનો પગ લપસી જતાં તે સાબરમતીમાં ડૂબી જતાં મોત થયું હતું. આખરે આ સેલ્ફી તેમના માટે જીવલેણ નિવડી
નોંધનિય છે કે, રીલ બનાવવા જતા અને સેલ્ફી લેવા જતાં અનેક વાર ગંભીર ઘટના બનવાનો ડર રહે છે. ત્યારે એક ગંભીર ઘટના સાબરમતી રિવરફ્રન્ટ પર બની છે. જેમાં વોક વે પર ગ્રીલ પાસે સેલ્ફી લેવા જતા પતિ તેની પત્ની સામે પણ પાણીમાં ડુબી ગયો હતો. જેમાં તેનું મોત નિપજ્યુ છે. આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.આ બનાવની વિગતો એવી છે કે, ઘોડાસર આવકાર હોલ પાસે આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 29 વર્ષીય યશ કંસારા અને તેની પત્ની સોમવારે સાંજે રિવરફ્રન્ટ પર ફરવા માટે આવ્યા હતા. જેમાં ઇસ્ટ વોક વે પર ચાલતા ચાલતા જતા હતા ત્યારે રેલીંગ પર બેસીને યશ ફોટો પાડી રહ્યો હતો ત્યારે અચાનક પગ લપસી જતા તે પાણીમાં પડી ગયો હતો. આ સમયે તેની પત્ની અને આસપાસના લોકોએ બુમાબુમ કરીને તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. લગભગ બે થી ત્રણ મિનિટમાં જ ફાયરબ્રિગેડનો સ્ટાફ સ્પીડ બોટ સાથે પહોંચી ગયો હતો અને બહોશ હાલતમાં યશને બહાર કાઢ્યો હતો.જો કે તેમ છતાં પણ તેને બચાવી ન શકાયો. આ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ અંગે ફાયરબ્રિગેડના કર્મચારીએ જણાવ્યું હતું કે રિવરફ્રન્ટ વોક વે પર રેલીંગ પાસે બેસીને રીલ બનાવતા કે સેલ્ફી લેતા સમયે અનેક વાર પાણીમાં પડી જતા મૃત્યુ થવાના અનેક બનાવો બનાવો છે. જેથી રેલીંગથી દુર રહીને ફોટા પાડવા અનેકવાર અનુરોધ કરવામાં આવે છે પરંતુ લોકો સેલ્ફી અને રીલની ઘેલછામાં આવા વગર વિચાર્યા પગલા લે છે અને મોતને ભેટે છે.
આ પણ વાંચો
હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટની અદાણીને રાહત, બાકીની તપાસ માટે સેબીને વધુ 3 મહિનાનો સમય આપ્યો
વિપક્ષ તોડો અભિયાન માટે ભાજપે બનાવી કમિટી, ભરત બોધરાને બનાવ્યા કમિટીનાં અધ્યક્ષ
Hit And Run: ભારતમાં જ હિટ એન્ડ રનના સૌથી વધુ કેસ કેમ? અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં શું છે કાયદો?
હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપવી મોંઘી પડશે, પરીક્ષા ફીમાં ચાર ગણો વધારો થશે