શોધખોળ કરો
Advertisement
ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરને કેમ દિલ્હી બોલાવાયો, જાણો વિગત
અમદાવાદ: ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને તાબડતોડ દિલ્હી બોલાવી લેવામાં આવ્યો છે. ગુરુવારે આખો દિવસ એવી અટકળો વહેતી થઈ હતી કે, અલ્પેશ ઠાકોર તેના સમર્થનમાં રહેલા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છે.
જોકે આ મામલે અલ્પેશ ઠાકોરે પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતમાં કોઈ તથ્ય ન હોવાનું તેમજ શુક્રવારે બપોરે બે વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપવાની વાત કહી હતી. જોકે ફ્લાઈટ મોડી હોવાના કારણ દિલ્હી મોડા પહોંચશે અને બપોરે જે પ્રેસકોન્ફરન્સ યોજાવાની હતી તે સાંજે થઈ શકે છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
અલ્પેશ ઠાકોરને મનાવવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા મેદાને આવ્યા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, અર્જુન મોઢવાડિયા મધ્યસ્થી કરીને અલ્પેશ ઠાકોરને સાથે ચર્ચા કરીને સમગ્ર મામલાનો ઉકેલ લાવશે.
અલ્પેશને ભાજપમાં જતો રોકવા માટે હાઈકમાન્ડ તરફથી તેને તાબડતોબ દિલ્હી બોલાવવામાં આવ્યો છે. અલ્પેશ સાથે રાહુલ ગાંધી અને અહેમદ પટેલ સહિતના નેતાઓ બેઠક કરી શકે છે. ગુરુવારે વહેતા થયેલા અહેવાલો પ્રમાણે, ભાજપ પાટણ બેઠક જીતવા માટે અલ્પેશ ઠાકોરને પોતાની પાર્ટીમાં લઈ રહી છે. આથી કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે અલ્પેશ આ મુદ્દે પણ કોઈ સોદાબાજી કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement