Gujarat Politics: યુવરાજસિંહ અને તેના પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છેઃ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર
તેમણે કહ્યું, યુવરાજસિંહનો વીડિયો મેં ગઈકાલે જોયો, આજે ફોન પર પણ વાત થઈ. તેને અને તેના પરિવારને પરેશાન કરવામાં આવી રહ્યા છે.
Ahmedabad: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું, યુવરાજસિંહનો વીડિયો મેં ગઈકાલે જોયો, આજે ફોન પર પણ વાત થઈ. તેને અને તેના પરિવારને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જે યુવાન તમારા માટે લડાઈ લડે છે તેની મજબૂરી ક્યારે અટકશે ?
નવા આંદોલનની કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જાહેરાત કર્યા બાદ કહ્યું, સિસ્ટમની સામે પહેલી તારીખે યુવક કોંગ્રેસ, NSUI અને કોંગ્રેસ આંદોલન કરશે. મે આખો મહિનો યુવાનો માટે કોંગ્રેસ આંદોલન કરશે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવશે. 25 મે બાદ રાહુલ ગાંધીને બોલાવી લડત આપવાનો કાર્યક્રમ છે.
અમદાવાદ શહેરમાં સગીરા પર એક શખ્સે છરીથી હુમલો કર્યો હતો. 17 વર્ષની સગીરા પર 35 વર્ષીય વ્યક્તિએ હુમલો કર્યો હતો. શંકીએ કિશોરીના ગળા પર છરીથી હુમલો કરતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. સગીરાને ગળાના ભાગે 35 ટાંકા લેવામાં આવ્યા હતા. સારવાર બાદ સગીરાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી સોસાયટીની જાહેર બેઠકમાં પાર્કિંગ બાબતે તકરાર થઇ હતી. જેમાં સોસાયટીના સભ્યોએ સાસુ અને વહુને માર મારીને છેડતી કરી હતી એટલું જ નહી નીચે પાડીને લાતો મારતાં ગંભીર હાલતમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે બે મહિલા સહિત છ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છેે કે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 42 વર્ષની મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સોસાયટીની બે મહિલા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૯ વાગે સોસાયટીના મેદાનમાં જાહેર મીટીંગ રાખી હતી. જેમાં સોસાયટીના મેન્ટેનન્સ તથા પાર્કિંગ બાબતની ચર્ચા થઇ હતી. જેમાં સાસુ અને વહું સાથે સોસાયટીના સભ્યો પાર્કિગ બાબતે તકરાર કરી હતી.
જેમાં કેટલાક સભ્યોએ સાસુ વહુને માર મારીને ગાળો બોલી હતી અને આવેશમાં આવીને એક શખ્સે મહિલાને માર મારીને શારિરીક અડપલાં કરીને છેડતી કરી હતી. એટલું જ નહી સોસાયટીના સભ્યોમાં બે મહિલા સહિત છ લોકોએ ભેગા મળીને સાસુ અને વહુ ઉપર હુમલો કર્યો હતો અને વહુંને નીચે પાડીને લાતો મારી હતી. આ બનાવના પગલે સોસાયટીમાં દોડધામ મચી જવા પામી હતી. ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે રાયોટિંગ તેમજ છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.