શોધખોળ કરો

American Airlines: અમેરિકન એરલાઇન્સના વિમાનમાં લાગી આગ, 6 ક્રૂર મેમ્બર સહિત 178 હતા સવાર

American Airlines: અમેરિકન પ્લેનના એન્જિનમાં અચાનક આગ લાગી હતી. વિમાનમાં 6 ક્રૂ મેમ્બર સહિત 178 મુસાફરો સવાર હતા. તમામને વિમાનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

American Airlines Catch Fire: ગુરુવારે (13 માર્ચ) સાંજે અમેરિકાના ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 1006ના એન્જિનમાં આગ લાગી હતી. આ પ્લેન ડલ્લાસ ફોર્ટ વર્થ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જવાનું હતું, પરંતુ એન્જીનમાં ખરાબીના કારણે તેને ડેનવર તરફ વાળવામાં આવ્યું હતું. પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું, પરંતુ C-38 ગેટ પર ઊભું થયા પછી એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, જેના કારણે મુસાફરોને તરત જ બહાર કાઢવામાં આવ્યા.

 એરપોર્ટ અધિકારીઓ અને અમેરિકન એરલાઇન્સના નિવેદનો અનુસાર, પ્લેન લેન્ડ થયા બાદ ટાર્મેક પર ગાઢ કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. ઘટના સમયે ફ્લાઇટમાં 172 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર સવાર હતા. તમામને તરત જ ફ્લાઈટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા.

અમેરિકન એરલાઇન્સ નિવેદન

અમેરિકન એરલાઈન્સે જણાવ્યું હતું કે, "અમે અમારા ક્રૂ મેમ્બર્સ, ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ ટીમ અને રેસ્ક્યૂ ટીમનો સમયસર પગલાં લેવા બદલ આભાર માનીએ છીએ, જેણે આ ઘટનામાં તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા સુનિશ્ચિત કરી."

વિમાન તકનીકી સમસ્યા

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 1006 કોલોરાડો સ્પ્રિંગ્સથી ડલ્લાસ ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ જવાની હતી, પરંતુ એન્જિનમાં ટેકનિકલ સમસ્યાને કારણે તેને ડેનવર એરપોર્ટ તરફ વાળવી પડી હતી.

શું કહ્યું મુસાફરોએ?

સીબીએસ ન્યૂઝ દ્વારા જાહેર કરાયેલી તસવીરોમાં કેટલાક મુસાફરો પ્લેનની પાંખ પર ઉભા જોવા મળ્યા હતા, જ્યારે ફ્લાઈટની આસપાસ ધુમાડો ફેલાયો હતો. જો કે, કોઈ પેસેન્જર કે ક્રૂ મેમ્બરને કોઈ નુકસાન થયું નથી. એરપોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.

ભાવિ તપાસ અને સુરક્ષા પગલાં

આ ઘટના બાદ વિમાનના ટેકનિકલ કારણોની તપાસ કરવામાં આવશે. એરલાઈને કહ્યું છે કે તે ઘટનાની સંપૂર્ણ સમીક્ષા કરી રહી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget