શોધખોળ કરો
Advertisement
ભારે રાહતના સમાચારઃ અમેરિકાના વિજ્ઞાનીએ કોરોનાવાયરસનો ઈલાજ કરતી દવા શોધી કાઢી, જાણો વિગત
અમેરિકી સાયન્ટિસ્ટ ડો. જેકબ ગ્લાનવિલેએ દાવો કર્યો છે કે, તેમની ટીમે કોરોના વાયરસનો ઇલાજ શોધી કાઢ્યો છે.
વોશિંગ્ટનઃ કોરોનાવાયરસના વધતા કેસોના કારણે લોકો ફફડેલા છે ત્યારે અમેરિકાથી રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકી સાયન્ટિસ્ટ ડો. જેકબ ગ્લાનવિલેએ દાવો કર્યો છે કે, તેમની ટીમે કોરોના વાયરસનો ઇલાજ શોધી કાઢ્યો છે. ડૉ. ગ્લાનવિલેએ જણાવ્યું છે કે, સાર્સ પેદા કરનારા વાયરસ વિરૂધ્ધ ઉપયોગ કરાયેલા અનેક એન્ટીબૉડીઝનાં ઉપયોગથી તેમની ટીમે કોરોનાનો ઈલાજ શોધવામાં સફળતા મેળવી નેટફ્લિક્સની ડૉક્યુમેન્ટરી ‘પૈન્ડેમિક’થી ડો. ગ્લાનવિલે દુનિયાભરમા જાણીતા બન્યા છે.
રેડિયો ન્યૂઝીલેન્ડ સાથે વાત કરતા તેમણે દાવો કર્યો કે, તેમની ટીમે સાર્સની વિરુધ્ધ 2002માં ઉપયોગમાં લેવામાં આવેલા 5 એન્ટીબોડીઝનો ઉપયોગ કર્યો છે. આ જ એન્ટીબોડીઝ દ્વારા તેમણે કોરોના વાયરસનો ઇલાજ શોધવાનો પ્રયત્ન કર્યો. SARS-CoV-2 અને COVID-19 એક જ ફેમિલીનાં વાયરસ છે.
અમેરિકી વૈજ્ઞાનિકે કહ્યું કે, અત્યાર સુધી તેઓ એન્ટીબોડીઝનાં લાખો વર્ઝન તૈયાર કરી ચૂક્યા છે અને તેમને મ્યૂટેટ પણ કરવામાં આવ્યા છે. નવા એન્ટીબોડીઝનાં માણસો પર પરીક્ષણ થયા બાદ તેનો ઉપયોગ કોરોના વાયરસના ચેપનો ઈલાજ કરવામાં કરી શકાશે. આ અંગેનાં પરીક્ષણ સફળ થયા બાદ સરકારી એજન્સીની પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. તમામ રિસર્ચ ફરીથી શરૂ કરાયા તેના કારણે એન્ટીબોડીઝ તૈયાર કરવામાં વધારે સમય લાગી શકે છે પણ બહુ જલદી આ દવા લોકોના ઈલાજમાં ઉપયોગમાં લઈ શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement