બોરસદના પીપળીમાં લગ્નના વરઘોડામાં મારામારી, મસ્જિદ પાસે ડીજે વગાડતા વરરાજાને માર માર્યાનો આરોપ
કેટલાક શખ્સોએ વરરાજાને પણ માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો
બોરસદના પીપળીમાં લગ્નના વરઘોડામાં મારામારીની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, બોરસદના પીપળીમાં લગ્નના વરઘોડામાં મસ્જિદ પાસે ડીજે વગાડતા મારામારીની ઘટના બની હતી.
કેટલાક શખ્સોએ વરરાજાને પણ માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કોમી છમકલું છતાં હજુ સુધી આ મામલે પોલીસે કોઇ ફરિયાદ ન કરતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. સમગ્ર ગામમાં સીસીટીવી કેમેરા લાગ્યા છે તેમ છતાં તોફાની તત્વો બેફામ બની ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરે તેવી ગામના લોકો માંગ કરી રહ્યા છે.
ગઇકાલે પીપળી ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન કોમી છમકલાની ઘટના બની હતી. વરઘોડા દરમિયાન મસ્જિદ આગળ ડીજે વગાડવા બાબતે મારામારી થઇ હતી. કેટલાક યુવકોએ વરરાજાને માર પણ માર્યો હતો. ઘટનાની જાણ થતા ભાદરણ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સમગ્ર મામલે તટસ્થ તપાસની ગ્રામજનોએ માંગ કરી હતી.
પ્રાંતિજ ગામમાં બનેલી જૂથ અથડામણમાં બે જૂથો વચ્ચે જોરદાર મારામારીની ઘટના ઘટી હતી, આ જૂથ અથડામણમાં મુસ્લિમ જૂથે અચાનક ઘાતકી હથિયારી હુમલો કરીને એક હિન્દુ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો, આ કિસ્સામાં રાજુ રાઠોડ નામના યુવાનનુ મોત થયુ હતુ, ત્યારબાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 17 આરોપીઓ સામે નામજોગ અને અન્ય 30ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આ આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી, જોકે, હવે સમાચાર છે કે, પ્રાંતિજમાં પાલિકા તંત્ર દ્વારા તોફાની વિસ્તારોમાં મેગા ડિમૉલિશનની કામગીરી હાથ ધરાઇ છે. ગામના બોખ વિસ્તારથી લઇને ગલેચી ભાગોળ સુધીમાં દબાણ દુર કરવા માટે પોલીસ તંત્ર સાથે પાલિકા તંત્રએ એક્શન લેવામાં શરૂ કર્યુ છે.
જૂથ અથડામણ બાદ તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરાઇ છે. પ્રાંતિજમાં અસામાજિક તત્વો સાથે સંકળાયેલા વિસ્તારમાં મેગા ડિમૉલિશન હાથ ધરાયું છે. પ્રાંતિજ પાલિકા, પોલીસ તંત્ર સહિત બૂલ ડૉઝર અને જેસીબીની ટીમો આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. શહેરમાં આ સ્થળો પર હાલમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને પાલિકા ફાયર સાથે તંત્રને ખડપગે રાખવામાં આવ્યુ છે. પ્રાંતિજના બોખ વિસ્તારથી લઇને ગલેલી ભાગોળ સુધીના વિસ્તારમાં દબાણની કાર્યવાહી શરૂ કરાઇ છે.