શોધખોળ કરો

Anand: આણંદમાં લોકઅપમાં રહેલા આરોપીનું મોત,મધ્ય રાત્રીએ એવું તે શું બન્યું કે,યુવકનું પ્રાણ પંખેરુ ઉડી ગયું

આણંદ: ટાઉન પોલીસ મથકના લોકઅપમાં આરોપીનું મોત થયું છે. LCB પોલીસે દેશી દારૂના ગુનામાં આરોપીની ઘરપકડ કરી હતી. LCB પોલીસે આરોપીને ટાઉન પોલીસ મથકના લોકઅપમાં રાખ્યો હતો.

આણંદ: ટાઉન પોલીસ મથકના લોકઅપમાં આરોપીનું મોત થયું છે. LCB પોલીસે દેશી દારૂના ગુનામાં આરોપીની ઘરપકડ કરી હતી. LCB પોલીસે આરોપીને ટાઉન પોલીસ મથકના લોકઅપમાં રાખ્યો હતો. એ દરમિયાન મધ્યરાત્રે હાર્ટએટેકથી લોકઅપમાં આરોપીનું મોત થયું છે. આરોપીના મૃતદેહને પીએમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. રાજુભાઇ ઠાકોર નામના આરોપીનું લોકઅપમાં મોત નીપજ્યું છે. પ્રાંત અધિકારીએ આરોપીના મૃતદેહનું નિરીક્ષણ કર્યું હતું.

રાજકોટમાં સીએનો અભ્યાસ કરતા યુવાનનું હાર્ટ અટેકથી મોત

રાજકોટમાં  સીએનો અભ્યાસ કરતા 25 વર્ષના યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું છે. શહેરના રૈયા રોડ પર આર્ય એવન્યુમાં પોતાના ઘરે વાંચતા વાંચતા યુવાનને હાર્ટ અટેક આવતા તેનું મોત થયું હતું. પરિવારજનો સવારે ઉઠાડવા જતા યુવાનનું મોત થયાની જાણ થઇ હતી. ધેવત પંડ્યા સી.એના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતો હતો. નોંધનીય છે કે રાજકોટ શહેરમાં છ મહિનામાં સાત જેટલા યુવાનોના મોત થયા હતા.

રાજકોટમાં 24 કલાકમાં જ બે યુવકોના હાર્ટ અટેકથી મોત થયું છે. સીએનો અભ્યાસ કરતા 25 વર્ષના યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું છે. જ્યારે વિરડા વાજડીના 47 વર્ષના કોન્ટ્રાક્ટરનું હાર્ટ અટેકથી મૃત્યુ થયુ છે.  ધેવત પંડ્યા સી.એના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તો આ તરફ વીરડા વાજડી ગામના કોન્ટ્રાક્ટર રમેશભાઈ મેણંદભાઈ હુંબલ પરિવારજનો સાથે ચારધામની યાત્રા કરવા નીકળ્યાં હતા.યાત્રા પૂરી કરી નાથદ્વારા દર્શન કરવા ગયા અને છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ થયું હતું. તેમના નિધનના સમાચાર મળતા વિરડાવાજળી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં શોકનો માહોલ છે. રાજકોટ શહેરમાં જ છ મહિનામાં સાત જેટલા યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે.

સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણ, સ્ટ્રેચરને એકાએક કેસરી કલર કરવામાં આવતા રાજકારણ ગરમાયું

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણનો મામલો સામે આવ્યો છે. હકિકતમાં સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં અચાનક સફેદને બદલે ભગવો કલર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. 150 જેટલાં સ્ટ્રેચરમાં એકાએક ભગવો કેસરી કલર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સ્ટ્રેચરનો કલર મોટે ભાગે સફેદ જ઼ હોઈ છે પરંતુ અહીં પરિવર્તનની લહેર જોવા મળી છે. તો બીજી તરફ વિવાદ વધતા ઇન્ચાર્જ સિવિલના સુપ્રીટેન્ડેટએ બચાવ કરતા કહ્યું કે,  આ પ્રાઇમર કલર છે ઉપર સફેદ કલર લાગશે. મીડિયા સુધી વાત પહોંચતા ભગવા કલરને પડતો મુકાયાની વાત વહેતી થઈ છે.

તો આ મામલે મેડિકલ ઓફિસર એ.વી.રામાણીનું નિવેદન સામે આવ્યું છે. સ્ટ્રેચર દર્દીઓના સગા અન્ય વોર્ડમાં દર્દીને લઈ જતા અને પાછા સ્ટ્રેચર આપતા નહિ. સ્ટેચરનો કલર સરકારી નિયમ મુજબ સફેદ જ હોય, પરંતુ અમારા સિનિયર નર્સ દ્વારા કલર બદલવાનો નિર્ણય કર્યો હતો. સફેદને બદલે ભગવો કરવામાં આવ્યો તેની પાછળ કારણ એટલું જ હતું કે અમારા સ્ટ્રેચર ખોવાઈ ન જાય એટલો જ હતો. સ્ટ્રેચર દર્દીના સગાને લઈને જવા પાછળ કારણ એ છે કે પૂરતો સ્ટાફ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget