Amul Milk Prices Hike: મોંઘવારીનો વધુ એક માર, અમૂલે દૂધના ભાવમાં કર્યો તોતિંગ વધારો
Amul Milk Price Hike: અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે.
Amul Milk Price Hikes: અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે આમ આદમી વધુ એક ફટકો લાગ્યો છે. દૂધના ભાવમાં 3 રૂપિયા સુઘીનો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી જ લાગુ થઈ ગયો છે.
નવા ભાવનું લિસ્ટ
ક્રમ |
પ્રોડક્ટ |
નવો ભાવ |
1 |
અમૂલ તાઝા 500 મીલી |
27 |
2 |
અમૂલ તાઝા 1 લીટર |
54 |
3 |
અમૂલ તાઝા 2 લીટર |
108 |
4 |
અમૂલ તાઝા 6 લીટર |
324 |
5 |
અમૂલ તાઝા 180 મીલી |
10 |
6 |
અમૂલ ગોલ્ડ 500 મીલી |
33 |
7 |
અમૂલ ગોલ્ડ 1 લીટર |
66 |
8 |
અમૂલ ગોલ્ડ 6 લીટર |
396 |
9 |
અમૂલ કાઉ મિલ્ક 500 મીલી |
28 |
10 |
અમૂલ કાઉ મિલ્ક 1 લીટર |
56 |
11 |
અમૂલ એટુ બફેલો મિલ્ક 500 મીલી |
35 |
12 |
અમૂલ એટુ બફેલો મિલ્ક 1 લીટર |
70 |
13 |
અમૂલ એટુ બફેલો મિલ્ક 6 લીટર |
420 |
Amul has increased prices of Amul pouch milk (All variants) by Rs 3 per litre: Gujarat Cooperative Milk Marketing Federation Limited pic.twitter.com/At3bxoGNPW
— ANI (@ANI) February 3, 2023
અમૂલે દૂધના ભાવ કેમ વધાર્યા?
કંપનીએ એક નિવેદનમાં માહિતી આપી છે કે ઉત્પાદન અને ખર્ચમાં વધારાને કારણે અમૂલ દૂધની કિંમતમાં વધારો થયો છે. કંપનીએ કહ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચારાની કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે. કંપનીએ કહ્યું કે તેના કારણે દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે ઈનપુટ કોસ્ટમાં વધારો થવાથી ખેડૂતોના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 8-9 ટકાનો વધારો થયો છે.
અમૂલે છેલ્લે ક્યારે વધાર્યો હતો ભાવ
અમૂલે ઓગસ્ટ 2022માં દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો. ગુજરાત સહિત દિલ્હી એનસીઆર, મુંબઇ, પશ્વિમ બંગાળમાં આવતીકાલથી ભાવ વધારો લાગુ થયો હતો. 500 મીલી અમૂલ ગોલ્ડનો નવો ભાવ 31, 500 મીલી અમૂલ તાજાનો નવો ભાવ 25 રૂપિયા અને 500 મીલી અમૂલ શક્તિનો નવો ભાવ 28 રૂપિયા થયો હતો ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે ભાવ વધારો લાગુ કરાયો હતો.
કાચા દૂધમાં પોષક તત્વોનો છે ખજાનો
દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે, કારણ કે તેમાં દરેક પોષક તત્વો મળી આવે છે, જેની આપણા શરીરને જરૂર હોય છે. કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ વિટામીન અને ખબર નહીં કેટલા પોષક તત્વો માત્ર દૂધમાં જ જોવા મળે છે, તેથી ડોક્ટર પણ આપના આહારમા સોથી દૂધનો સમાવેશ કરવાની સલાહ આપે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરરોજ એક ગ્લાસ દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન ઘૂમરતો રહે છે કે, કયું દૂધ પીવું વધુ ફાયદાકારક છે. કહેવાનો અર્થ એ છે કે કેટલાક લોકો ઉકાળેલા દૂધને વધુ ફાયદાકારક કહે છે અને કેટલાક લોકો કાચા દૂધને ફાયદાકારક કહે છે, આવી સ્થિતિમાં આ દુવિધા દૂર કરવી જરૂરી છે.
નિષ્ણાતોના મતે, દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામિન ડી હોય છે, તે એકસાથે હેપ્પી હોર્મોન્સ ઉત્પન્ન કરે છે અને રાત્રે સૂતી વખતે દૂધ પીવાથી તમને સારી ઊંઘ આવે છે, એટલે કે તમને સારી ઊંઘ આવે છે. દૂધમાં તેલયુક્ત અને ઠંડકના ગુણો જોવા મળે છે.કાચું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પણ પચવામાં મુશ્કેલ છે. આ જ કારણ છે કે તેને પીતા પહેલા તેને ઉકાળવાની સલાહ આપવામાં આવે છે જેથી તેને પીવાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે અને પોષક તત્વો તમામ અંગો સુધી પહોંચે.
એક્સપોર્ટ્સ કહે છે કે કાચા દૂધમાં ઘણા સારા બેક્ટેરિયા હોય છે, જેમ કે ઇ. કોલી બેક્ટેરિયા, લિસ્ટેરિયા અને સૅલ્મોનેલા, તેમ છતાં તમારે કાચું દૂધ ન પીવું જોઈએ કારણ કે તેને પીવાથી ઉલ્ટી, ઝાડા અને અન્ય પ્રકારની આંતરડાની સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે ઉકાળેલું દૂધ પીવું વધુ સારું છે.
સગર્ભા અને વૃદ્ધોને કાચા દૂધને સંપૂર્ણપણે ટાળવાની સલાહ આપવામાં આવે છે, જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેઓએ પણ કાચું દૂધ સંપૂર્ણપણે ટાળવું જોઈએ.