Anand: સંતાન પ્રાપ્તિની વિધિના બહાને ભુવાએ પરિણીતાને બે મહિના સુધી ગોંધી રાખી રૂમમાં ને.....
ભુવાએ નિઃસંતાન મહિલાને પુત્ર પ્રાપ્તિનું પ્રલોભન આપીને બે મહિના ગોંધી રાખી હતી. જે બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આખરે મહિલાએ પોલીસનો આશરો લીધો હતો.
Anand: આણંદમાં નિઃસંતાન મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આંકલાવના ખડોલ ગામે આ ઘટના બની છે. ભુવાએ નિઃસંતાન મહિલાને પુત્ર પ્રાપ્તિનું પ્રલોભન આપીને બે મહિના ગોંધી રાખી હતી. જે બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આખરે મહિલાએ પોલીસનો આશરો લીધો હતો. આંકલાવ પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે દુષ્કર્મી ભુવાની સાથે તેના પિતાની પણ અટકાયત કરી હતી.
કિરણ પટેલનો ફોન-વિઝીટીંગ કાર્ડ ગાંધીનગર એફએસએલમાં મોકલાશે, તપાસ માટે અમદાવાદ લવાશે
કિરણ પટેલના 14 દિવસના રિમાન્ડ બાદ પણ શ્રીનગર પોલીસ તપાસને લગતી વિગતો જાહેર કરી શકી નથી. ત્યારે તેના બે મોબાઇલ ફોન અને વિઝીટીંગ કાર્ડને તપાસ માટે જમ્મુ-કાશ્મીર પોલીસ ગાંધીનગર એફએલએલ મોકલશે. જેથી આ કેસની તપાસમાં જરૂરી મદદ અને પુરાવા મળી રહે છે. સાથે પોલીસે તેની અગાઉની મુલાકાત સમયની વિગતો પણ એકઠી કરી છે. ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી સાથે ફરતો હતો.જે કેસમાં તેના 14 દિવસના રિમાન્ડ બાદ તે હાલ જ્યુડીશીયસલ કસ્ટડીમાં છે. ત્યારે આ કેસની તપાસમાં મહત્વની પુરાવા એવા કિરણ પટેલના બે મોબાઇલ ફોન અને વિઝીટીંગ કાર્ડને તપાસ માટે ગાંધીનગર એફએસએલ મોકલશે. આ સાથે તેના મોબાઇલ ફોનના છેલ્લાં મહિનાના કોલ રેકોર્ડ ડીટેઇલ પણ મેળવવામાં આવી છે. જેથી કોના સંપર્કમાં હતો? તે વિગતો પણ જાણી શકાશે. આ ઉપરાત, પોલીસ કેસની તપાસ માટે અમદાવાદ પણ લાવશે. તેમ સુત્રોએ દ્વારા જાણવા મળ્યું છે.
ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને તેમના કામ કરાવી આપવાનું કહીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા લેતો હોવાના આક્ષેપો થયા છે. ત્યારે ગુજરાતમાં પણ કિરણ પટેલ સરકારના તમામ મંત્રીઓ તેમના વિભાગના આઇએએસ અધિકારીઓ સાથે સીધો સંપર્ક ધરાવે છે. તેમ જણાવીને લોકોને વિશ્વાસમાં લેતો હતો. જે બાદ તેમને જે તે વિભાગમાં નોેકરી અપાવવા કે સરકારી ટેન્ડર પાસ કરાવી આપવાની ખાતરી આપતો હતો. જેથી તેની વાતોમાં આવીને અનેક લોકોએ લાખો રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ પણ આપ્યા હતા. આમ, ગાંધીનગર સચિવાલયમાં તેના નેટવર્કને વિસ્તાર્યું હતું.ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જણાવ્યું કે અગાઉ પણ કિરણ પટેલ વિરૂદ્વ અનેક ગુના નોંધાયા છે.