શોધખોળ કરો

Cholera: ગુજરાતના આ શહેરને કરાયુ કૉલેરાગ્રસ્ત જાહેર, ઝાડા-ઉલ્ટી અને કૉલેજના દર્દીઓના ઘરે ઘરે ખાટલા, જાણો

Anand News: ગુજરાતમાં કાળઝાળ ગરમી અને વરસાદની બેવડી ઋતુની બિમારી એન્ટ્રી કરી છે. ગુજરાતમાં કેટલાક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે

Anand News: ગુજરાતમાં કાળઝાળ ગરમી અને વરસાદની બેવડી ઋતુની બિમારી એન્ટ્રી કરી છે. ગુજરાતમાં કેટલાક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. હાલમાં તંત્રએ આણંદ શહેરને કૉલેરાગ્રસ્ત જાહેર કર્યુ છે, અહીં ઠેર ઠેર કૉલેરા અને ઝાડા-ઉલ્ટી અને વાયરલ ફિવરના દર્દીઓમાં જોવા મળી રહ્યાં છે. 

ગરમી અને વરસાદની બેવડી ઋતુની વચ્ચે હવે ગુજરાતમાં અનેક શહેરોમાં રોગચાળાએ માઝા મુકી છે. ટાઇફૉઇડ, વાયરલ ફિવર, ઝાડા ઉલ્ટી અને કૉલેરા જેવા રોગાનો દર્દીઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલમાં આણંદ શહેરને કૉલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યુ છે. આ અગાઉ સોજીત્રા અને પેટલાદ તાલુકાના ગામોને પણ કૉલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા. આણંદ શહેરમાં ઝાડા-ઉલ્ટી કૂદકેને ફૂસકે દર્દીઓ વધી રહ્યાં છે. કેટલાક દર્દીઓના કૉલેરા રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે, જેના પછી તંત્ર એક્શનમાં આવ્યુ છે અને ઠેર ઠેર પાણીના નમૂના લેવામાં આવી રહ્યાં છે અને પાણીની લાઇનો ચેક કરાઇ રહી છે. શહેરમાં ખાસ કરીને ઇસ્માઇલનગર, પધરીયા, મેલડીમાતા મંદિર, મંગળપુર સહિતના અનેક વિસ્તારોમાં તંત્રએ એક્શન લેવું શરૂ કર્યુ છે, અહીં ખાણીપીણીની લારીઓ પર તવાઇ બોલાવવામાં આવી છે. કેમ કે આ વિસ્તારોમાંથી ઝાડા-ઉલ્ટીના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. 

ખાદ્ય ચીજ વસ્તુઓમાં જીવ જંતુઓ મળી આવે તો આ નંબર પર કરો ફરિયાદ, સરકારે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર

નિકોલ વિસ્તારમાં આવેલા દેવી ઢોસા રેસ્ટોરન્ટમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં ગ્રાહકોને સંભારમાંથી ઉંદર નીકળતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ ગ્રાહક દ્વારા રેસ્ટોરન્ટના કર્મચારીઓને ફરિયાદ કરવામાં આવી હતી, જેનાં પગલે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.  આવી અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે હવે આરોગ્ય તંત્ર જાગ્યું છે અને આ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે.

હાલમાં દૈનિક સમાચાર પેપરોમાં “ખાદ્ય ચીજ વસ્તુ/તૈયાર ખોરાકમાં વંદો દેડકા ઉંદર  તથા અન્ય જીવ જંતુઓ મળી આવે છે તેવા સમાચાર પ્રસિદ્ધ થયેલ છે જે સમાચારો બાબતે જણાવવાનું કે,હાલની ચાલતી ઉનાળાની સીઝનનાં કારણે જીવ જંતુઓનો ઉપદ્રવ ખુબ જ વધેલ છે. જેના કારણે હોટલ  રેસ્ટોરન્ટ  ધાબામાં ખોરાક બનાવવાની જગ્યાએ રસોડામાં ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવ્યા બાદ યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો  અથવા તે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રો મટીરિયલ્સ (ખાસ કરીને શાકભાજી)ને યોગ્ય રીતે સાફ કે  સંગ્રહ ન કરવામાં આવે તો આવા બનાવો બનવાની શક્યતાઓ વધી જાય  છે.

જે માટે આ તંત્ર ધ્વારા હોટલો રેસ્ટોરન્ટ ધાબાઓને ફૂડ સેફટી & સ્ટાન્ડર્ડસ એક્ટ, ૨૦૦૬ અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન, ૨૦૧૧ના શિડ્યુલ  IV મુજબની  હાયજીન & સેનીટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટીસ આપવામાં આવે છે.જો આ નોટીસની સુચનાઓનુ  પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન  રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફુડ સેફ્ટી કાયદાની  કલમ ૫૬ હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે. 

તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો રેસ્ટોરન્ટ ધાબા કેંટીન  ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવ જંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો ... વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે. ગ્રાહકોએ જમતા પહેલા હોટલ રેસ્ટોરન્ટ ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર ધ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ રેસ્ટોરન્ટ ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી  ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં  હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલ ની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર  ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ મેઇલ helpdesk.fdca@gmail.com પર ફરિયાદ નોંધાવી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનિને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Bopal Attack Case: હુમલામાં પીડિત યુવકની પત્નીએ શું કર્યા ખુલાસા?, જુઓ વીડિયોમાંAmreli Rape Case: નરાધમ શિક્ષકે બાળકીઓને દારુ પીવડાવી 8 દિવસ આચર્યુ દુષ્કર્મ | Abp Asmita |28-2-2025Surendranagar: 5 લિટર પેટ્રોલમાં 35 મિલી ઓછુ પેટ્રોલ અપાતુ હોવાનો ધડાકો, અજમેરા પેટ્રોલ પંપ પર કાર્યવાહીBreaking News: સરસ્વતી સાધના યોજનાની સાયકલનો મુદ્દો ઉછળ્યો ગૃહમાં, ખરીદીમાં કૌભાંડ થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનિને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન, છતાં આઇસીસી આપશે આટલા કરોડનું ઇનામ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન, છતાં આઇસીસી આપશે આટલા કરોડનું ઇનામ
IND VS NZ: શુભમન ગિલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી શકે છે કેપ્ટનશીપ, જાણો રોહિત કેમ થશે બહાર?
IND VS NZ: શુભમન ગિલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી શકે છે કેપ્ટનશીપ, જાણો રોહિત કેમ થશે બહાર?
BSNLએ Jio-Airtel ની ઊંઘ કરી હરામ, લગભગ 4 રૂપિયાના દૈનિક ખર્ચે 1 વર્ષની વેલિડિટી અને છપ્પરફાડ ડેટા પણ
BSNLએ Jio-Airtel ની ઊંઘ કરી હરામ, લગભગ 4 રૂપિયાના દૈનિક ખર્ચે 1 વર્ષની વેલિડિટી અને છપ્પરફાડ ડેટા પણ
‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
Embed widget