આણંદની અમૂલ ડેરીની ચૂંટણીઓ તૈયારીઓ તેજ, 1258 દૂધ મંડળીઓ પાસેથી મતદાન ઠરાવ મંગાવ્યા, ક્યારે થશે જાહેરાત ?
Anand Amul Dairy News: સહકારી ક્ષેત્રની સૌથી મોટી અમૂલ ડેરીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આણંદની અમૂલ ડેરીમાં હવે આગામી દિવસોમાં ચૂંટણી યોજાઇ શકે છે

Anand Amul Dairy News: દેશ અને દુનિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. અમૂલ ડેરીમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાઇ શકે છે. હાલમાં માહિતી સામે આવી છે કે, તંત્ર દ્વારા 1258 દૂધ મંડળીઓ પાસેથી મતદાન માટેના ઠરાવો મંગાવવામાં આવ્યા છે, અને આ સપ્તાહના અંત સુધી ચૂંટણીની સત્તાવાર જાહેરાતની પણ થઇ શકે છે. વ્યવસ્થાપક કમિટી માટે 12 બ્લોક અને એક વ્યકિતગત સભાસદની ચૂંટણી યોજાવવાની વાત સામે આવી છે. હાલમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
સહકારી ક્ષેત્રની સૌથી મોટી અમૂલ ડેરીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આણંદની અમૂલ ડેરીમાં હવે આગામી દિવસોમાં ચૂંટણી યોજાઇ શકે છે. આ માટે વ્યવસ્થા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, આણંદમાં અમૂલ ડેરીની ચૂંટણીની તૈયારીઓ તેજ કરાઇ છે, જે અંતર્ગત 1258 દૂધ મંડળીઓ પાસેથી મતદાન માટેના ઠરાવો મંગાવાયા છે. સપ્તાહના અંત સુધી ચૂંટણીની સત્તાવાર જાહેરાતની શક્યતા સેવાઇ રહી છે. વ્યવસ્થાપક કમિટી માટે 12 બ્લૉક અને એક વ્યકિતગત સભાસદની ચૂંટણી યોજાઇ શકે છે. ચૂંટણીને લઈને મતદાર યાદીનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, આગામી ઓગસ્ટ મહિનામાં ચૂંટણી યોજાય તેવી પુરેપુરી શક્યતાઓ દેખાઇ રહી છે.
અમૂલનું ઐતિહાસિક ટર્નઓવર -
દેશને સહકારિતામાં રહેલી શક્તિનો પરિચય કરાવનાર અમુલ ડેરીએ નાણાકીય વર્ષ 2023 24 માં ઐતિહાસિક 12,880 કરોડનું ટર્નઓવર કર્યું છે. અમુલે તેની ગુણવત્તા, નવીનતા અને ટકાઉપણાની અતૂટ પ્રતિબદ્ધતા સાથેડેરી ઉદ્યોગમાં અગ્રણી સંસ્થા તરીકેની તેની સ્થિતિને રેખાંકિત કરીને વિવિધ સ્તરે નોંધપાત્ર પરિણામો હાંસલ કર્યા છે. અમૂલે 173 કરોડ કિલોથી વધુ દૂધની વાર્ષિક સંપાદન સાથે મુખ્ય દૂધ સંપાદક તરીકે તેની સિ્થતિ વધુ મજબૂત કરી છે, જે પાછલા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર 15% નો વધારો દર્શાવે છે. આ નોંધપાત્ર વૃદ્ધિ ખેડૂતોને ટેકો આપવા અને સંઘની ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે અમૂલના સતત પ્રયાસોને રેખાંકિત કરે છે.
આજે સાહકારીના અજોડ ઉધારણ જેવી અમૂલ ડેરીને મળેલ મોટી સફળતા માટે અમૂલ ડેરીના વર્તમાન ચેરમેન વિપુલભાઈ પટેલે નિયામક મંડળના સાથી મિત્રો, દૂધ મંડળીઓના ચેરમેન, સેક્રેટરી, સભાસદ ભાઈઓ-બહેનો તથા સંઘના મૅનેજિંગ ડિરેક્ટર તથા અધિકારી ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2023-24 આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખુબ જ કપરું રહ્યું હતું. તેમ છતાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘનો ઉથલો અંદાજિત રૂપિયા 12880 કરોડને પાર કરી ગયો છે, પાછલા વર્ષની સરખામણીમાં અંદાજિત 9% વધારો મેળવ્યો છે. અમુલ માટે ખૂબ જ સંતોષની વાત છે કે, ચાલુ વર્ષે 1000 રૂપિયાથી વધુ પોષણક્ષમ દૂધનો ભાવ આપી શક્યા છીએ. જે ગત વર્ષની સરખામણીમાં 11 ટકા નો વધારો સૂચવે છે. જે અમૂલની વ્યવસાયિક કામગીરીની મબૂતાઈ અને વિકસતી બજાર ગતિશીલતાને અનુકૂલન કરવાની તેની ક્ષમતા દર્શાવે છે.
નાણાકીય વર્ષ દરમિયાન, સંઘે તેના ઉત્પાદન પોર્ટફોલિયો અને ઉત્પાદન ક્ષમતાઓને વધારવા માટે વ્યૂહાત્મક પહેલ શરૂ કરી હતી. મોજરેલા ચીઝ પ્લાન્ટ અને યુ.એચ.ટી, પ્લાન્ટની સ્થાપના કરી ગુણવત્તા અને સ્વાદના સર્વોચ્ચ ધોરણો જાળવી રાખીને ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવાની અમૂલની પ્રતિબદ્ધતાના પ્રમાણપત્ર તરીકે છે. સંઘે તેની ઉત્કૃષ્ટતાના અનુસંધાનમાં, ઉત્પાદકતા વધારવા અને તેના મહત્વાકાંક્ષીલક્ષ્યોને હાસલ કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ લીધો છે. 3 લાખથી વધુ સેક્સ-સૉર્ટેડ વીર્યનો ઉપયોગ અને 60,000થી વધુ HGM પાડી - વાછરડી નો જન્મ થયેલ છે જે જિનેટિક્સને આગળ વધારવામાં સંઘનાં અગ્રણી પ્રયાસોને દર્શાવે છે. વધુમાં ચેરમેન વિપુલ પટેલે જણાવ્યુ કે આરડા અને તેના થકી થતા યોજનાના કાર્યો, અમૂલ માટે ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે વિપુલભાઈ દરેક દૂધ મંડળીના સેક્રેટરી અને ચેરમેને અપીલ કરી કે દરેક મંડળી સેક્સ સિમેનનો, ભુણ પ્રત્યારોપણ (એમ્બ્રીઓ ટ્રાન્સફ) પધ્ધતિ તેમજ ડીઝીટલ પટ્ટા જેવી આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ અવશ્ય કરે જેથી આપણા પશુઓની દૂધ ઉત્પાદકતામાં વધારો થાય. અમૂલ તેની વૃદ્ધિની ગતિ જાળવી રાખવા અને તેના દૂધ ઉત્પાદકોને વધુ દૂધ ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે. ટર્નઓવર અને દૂધની પ્રત્યાપનમાં સમાન વૃદ્ધિની ગતિ જાળવી રાખવાની યોજનાઓ સાથે, વાછરડી ઉછેર કેન્દ્રો સ્થાપવા અને દૂધ ઉત્પાદકો માટે દૂધના ભાવમાં વધારો કરવાની પહેલ સાથે, અમૂલ આગામી વર્ષોમાં સતત સફળતા માટે તૈયાર છે.

