શોધખોળ કરો

Anand: ઉમરેઠના ઓડ કણભઈપુરા માર્ગ પર ત્રિપલ અકસ્માત, એકનું મોત, ચાર ગંભીર

Accident: આણંદના ઉમરેઠના ઓડ કણભઈપુરા માર્ગ પર ત્રિપલ અકસ્માત સર્જાયો. પીકઅપ ટેમ્પોએ ઇકોને ટક્કર મારતાં તે અલ્ટો સાથે ધડકાભેર અથડાઈ હતી.

Anand News: રાજ્યમાં નવા વર્ષની ગોઝારી શરૂઆત થઈ છે. આણંદમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અને ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.  મળતી વિગત પ્રમાણે, આણંદના ઉમરેઠના ઓડ કણભઈપુરા માર્ગ પર ત્રિપલ અકસ્માત સર્જાયો. પીકઅપ ટેમ્પોએ ઇકોને ટક્કર મારતાં તે અલ્ટો સાથે ધડકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ અલ્ટો કારમાં આગ લાગી હતી. કારમાં સવાર છ થી સાત લોકો ઉછળીને રોડ પર પટકાયા હતા. જેમાં એકનું સ્થળ પર મોત થયું હતું અને ચાર ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કારમાં સવાર લોકો આણંદના મલાતજના રહેવાસી હતા.

ગામમાં નિલ ગાયને ભગાડવાં જતાં  જીવંત વીજ તારની વાડમાં ફસાઇ જતાં યુવતીનું મોત

અરવલ્લી જિલ્લામાં એક કરૂણ ઘટના બની છે. મેઘરજના વલુંણા ગામની યુવતીનું વીજ કરંટ લાગતાં મોત થયું છે. ઘર પાસેના ખેતરમાં નિલ ગાયને ભગાડવા જતા ઘટના બની હતી. ખેતરમાં જીવંત વીજ તારની વાડમાં ફસાઈ જતા કરંટથી યુવતિનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મેઘરજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નવા વર્ષના પ્રથમ રવિવારે કરો આ ઉપાય

હિન્દુ ધર્મમાં, દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. રવિવારનો દિવસ સૂર્યદેવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. જો સૂર્ય ભગવાનની કૃપા હોય તો વ્યક્તિ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે અને તેનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. કુંડળીમાં બળવાન સૂર્ય જીવનમાં સુખ, સંપત્તિ અને કીર્તિ લાવે છે.

જો સૂર્ય નિર્બળ અથવા પીડિત સ્થિતિમાં હોય તો વ્યક્તિ હંમેશા બીમાર રહે છે, ધનની હાનિ થાય છે અને બનેલા કામ પણ બગડવા લાગે છે. રવિવારે કેટલાક ખાસ ઉપાયો અને યુક્તિઓ કરવાથી પૈસા અને જીવનમાં આવતી અડચણો દૂર થઈ શકે છે.   

રવિવારે કરો આ છ ઉપાય

જો તમે રવિવારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો, તો એક સરળ કાર્ય તમારી સફળતાના દરવાજા ખોલી શકે છે. ઘરની બહાર નીકળતા પહેલા ગાયને રોટલી ખવડાવો. આમ કરવાથી તમે જે કામ માટે જઈ રહ્યા છો તે ચોક્કસ પૂર્ણ થશે.

રવિવારે સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ગાયના ઘીનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે શિવ મંદિરમાં મા ગૌરી અને ભગવાન શંકરને રૂદ્રાક્ષ અર્પણ કરવું જોઈએ. તેનાથી ધનની પ્રાપ્તિ થાય છે.

જો તમે જીવનમાં પ્રગતિ મેળવવા માંગતા હોવ તો રવિવારે આ ખાસ ઉપાય અવશ્ય કરો. આ દિવસે દૂધ અને ગોળ ભેળવીને ચોખા ખાવાથી વિશેષ લાભ થાય છે. આ સિવાય લાલ કપડામાં બાંધીને ઘઉં અને ગોળનું દાન કરવાથી પણ લાભ થાય છે.

જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો આ દિવસે કરેલા ઉપાયોથી તેને બળવાન બનાવી શકાય છે. રવિવારે પાણીમાં ગોળ અને ચોખા મિક્સ કરીને પાણીમાં નાખી દો. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

જો તમે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ લાવવા માંગતા હોવ તો રવિવારે આદિત્ય સ્તોત્રનો પાઠ કરો. તેના પાઠ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને તેને આશીર્વાદ આપે છે, જો તમે રવિવારના દિવસે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હોવ તો તે પહેલા થોડું મીઠું પાણી પી લેવું જોઈએ.

રવિવારે એક મોટા પાનમાં તમારી મનોકામના લખો અને તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget