(Source: ECI/ABP News/ABP Majha)
આણંદઃ સીમરડા ગામના તલાટી અને વચેટિયો લાંચ લેતા ઝડપાયા, 24 કલાકમાં બીજી ઘટના
દંતાલી ગામમાં ACB ની ટ્રેપમાં તલાટી અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા હતા. 20 હજારની લાંચ લેતા વચેટીયા સુભાષ પટેલ અને તલાટી હિતેશ દરજી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
Anand News: રાજ્યમાં લાંચિયા બાબુઓ સામે એસીબીની કાર્યવાહી ચાલુ જ છે. 24 કલાકમાં લાંચ લેતા બે વચેટિયાને એસીબીએ સાણસામાં લીધા છે. વલસાડના કપરાડા બાદ આણંદના સીમરડા ગામના તલાટી અને વચેટિયો લાંચ લેતા ઝડપાયા હતા. મત્સ્યપાલન માટેનાં તળાવનું ભાડું માફ કરવા બાબતે લાંચની માંગણી કરી હતી. આણંદની ACB ની ટ્રેપમાં વચેટિયો સુભાષ પટેલ અને તલાટી હિતેશ દરજી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. દંતાલી ગામમાં ACB ની ટ્રેપમાં તલાટી અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા હતા. 20 હજારની લાંચ લેતા વચેટિયા સુભાષ પટેલ અને તલાટી હિતેશ દરજી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
કપરાડામાં એસીબીએ પોલીસ કોન્સ્ટેબલ વધી લાંચ લેતા વચેટિયાને ઝડપ્યો
વલસાડના કપરાડામાં એ સી બી પોલીસ કોન્સ્ટેબલ વધી લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યો હતો. નાનાપોંઢા પોલીસ સ્ટેશનના 2 પોલીસ કોન્સ્ટેબલ વતી રૂ. 1.50 લાખની લાંચ લેતા વચેટિયો ઝડપાયો હતો. આરોપી લાંચિયા કોન્સ્ટેબલ યોગેશ માહલા અને અતુલ હસમુખ પટેલ વોન્ટેડ છે. પ્રોહિબિશન ના એક કેસમાં નામ નહીં ખોલવા ફરિયાદી પાસેથી લાંચિયા કોન્સ્ટેબલો એ દોઢ લાખ ની લાંચ માંગી હતી. વચેટિયાની ધરપકડ કરી લાંચિયા કોન્સ્ટેબલોની ધરપકડ માટે એ સી બીએ કાર્યવાહી કરી છે. કપરાડામાં એસીબીના સપાટા થી લાંચિયા પોલીસકર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ કામના ફરિયાદી તથા તેમના ભાઈ વિરૂધ્ધમાં નાનાપોંઢા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ જે ગુનામાં તેઓ સ્વિફ્ટ કારમાં પાયલોટીંગ કરતા હોવાનુ દર્શાવ્યું હતું. જે સ્વિફ્ટ કાર ફરીયાદીની પત્નીના નામે રજીસ્ટર હોય, જેથી ફરીયાદીની પત્નીનું નામ નહી ખોલવા માટે તેમજ હેરાનગતી નહી કરવા માટે આ કામના ફરિયાદી પાસે તે રૂા.૧,૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી બીજા આરોપી સાથે ટેલીફોન ઉપર વાતચીત કરી તેઓએ રૂપિયા મળી ગયા અંગે સહમતી દર્શાવી હતી.
ટ્રેપિંગ અધિકારીઃ-
કે.આર.સક્સેના,
પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા સ્ટાફ
સુપરવિઝન અધિકારીઃ-
આર.આર.ચૌધરી,
મદદનિશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.