Anand : ટ્રકથી પોલીસને કચડીને મોતને ઘાટ ઉતારનાર ડ્રાઇવર ઝડપાયો, ટ્રક પણ મળી આવી
પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે. સાથે રાજસ્થાન પાસિંગની ટ્રક પણ ઝડપાઈ છે. પોલીસે આરોપી સામે માનવ વધની કલમ લગાવવાની તૈયારી શરૂ કરી છે.
આણંદઃ બોરસદમાં પોલીસ જવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. નાઈટ ડ્યુટી દરમિયાન પોલીસ જવાન ઉપર ટ્રક ચઢાવી દીધી. ટ્રાફિકમાં ફરજ બજાવતા રાજ કિરણ નામના પોલીસ જવાનની હાલત ગંભીર થતા હોસ્પિટલ ખસેડાયા હતા. ફરજ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયત્ન કરતા ઘટના બની હતી. ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. આણંદની શ્રી કૃષ્ણ મેડીલક હોસ્પિટલ ખાતે સારવાર થઈ રહી હતી. સારવાર દરમ્યાન પોલીસ જવાનનું મોત નીપજ્યું છે.
Gujarat| A fatal attack on a police constable has come to light in Borsad; a suspicious truck from Rajasthan mowed policeman Kiran Raj at 1am, as he was trying to stop it. Truck driver fled away. Policeman died during treatment. Driver identified; probe underway: Anand DSP Ajit R pic.twitter.com/ym59OxltPp
— ANI (@ANI) July 20, 2022
ઘટનાની જાણ થતાં પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે. સાથે રાજસ્થાન પાસિંગની ટ્રક પણ ઝડપાઈ છે. પોલીસે આરોપી સામે માનવ વધની કલમ લગાવવાની તૈયારી શરૂ કરી છે. પોલીસકર્મીને નિધનને પગલે તેમના પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. પોસ્ટમોર્ટમ પછી લાશ પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે બોરસદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકને હાજર થવા જણાવવામાં આવ્યું છે.