શોધખોળ કરો

ઓલપાડ બાદ ખંભાતમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો

સવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો સુરતના ઓલપાડમાં 12.04 ઈંચ, આણંદના ખંભાતમાં 11.28 ઈંચ, સુરતના ઉમરપાડામાં 8.4 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગાંધીનગર:  રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ બરાબર જમાવટ કરી છે. અમદાવાદને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. હાલ રાજ્યમાં મોસમનો કુલ 52 ટકા વરસાદ પડી ચુક્યો છે. રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 42 જળાશયો 50 ટકે જેટલા ભરાઈ ગયા છે. જ્યારે 4 જળાશયો 100 ટકા એટલે કે સંપૂર્ણ ભરાયા છે. જ્યારે 7 જળાશયો 70થી 100 ટકા તેમજ 15 જળાશયો 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 57.08 ટકા ભરાયા છે. સવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો સુરતના ઓલપાડમાં  12.04 ઈંચ, આણંદના ખંભાતમાં 11.28 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ખંભાતમાં 11 કલાકમાં 16 ઈંચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. સુરતના ઉમરપાડામાં 8.4 ઈંચ, વલસાડના ધરમપુરમાં 5.4  ઈંચ, ડાંગના વઘઈમાં સાડા 5 ઈંચ, વલસાડના વાપીમાં સાડા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના માંગરોળમાં સાડા 4 ઈંચ, કામરેજમાં સાડા 4 ઈંચ, સુરત સિટીમાં સાડા 4 ઈંચ, વલસાડના કપરાડામાં સાડા 4 ઈંચ, ખેડાના કપડવંજમાં 4 ઈંચ, નવસારીના વાંસદામાં 4 ઈંચ, વલસાડના પારડીમાં સાડા ત્રણ ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં સાડા ત્રણ ઈંચ, નવસારીના ખેરગામમાં સાડા ત્રણ ઈંચ, તાપીના વ્યારામાં સાડા ત્રણ ઈંચ, વલસાડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત શનિવારની વહેલી સવારથી મેઘરાજા મન મૂકી વરસતા ઠેરઠેર પાણીઓ ભરાય ગયા હતા. ખાડી, ગળનારા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે શહેરની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget