મોટા સમાચાર : ખંભાત જૂથ અથડામણ મામલે ખંભાત શહેર પી.આઈ. એમ જે ચૌધરીની તાત્કાલિક બદલી કરાઈ
ખંભાત જૂથ અથડામણ મામલે શિક્ષકની તોફાનોમાં સંડોવણી મામલે ભીનું સંકેલવાના પ્રયાસોને લઈને ખંભાત શહેર પી.આઈ. એમ જે ચૌધરીની બદલી કરવામાં આવી હોવાની ચર્ચા થઇ રહી છે.
ANAND : રામનવમીને દિવસે 10 એપ્રિલે ખંભાત જૂથ અથડામણ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ખંભાત જૂથ અથડામણ મામલે ખંભાત શહેર પી.આઈ. એમ જે ચૌધરીની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને ખંભાત શહેર પી.આઈ. તરીકે આર.એન. ખાંટને મુકવામાં આવ્યા છે. આર.એન.ખાંટ ખંભાત ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હતા.ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇ તરીકે કે.કે.દેસાઈને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ખંભાત જૂથ અથડામણ મામલે શિક્ષકની તોફાનોમાં સંડોવણી મામલે ભીનું સંકેલવાના પ્રયાસોને લઈને ખંભાત શહેર પી.આઈ. એમ જે ચૌધરીની બદલી કરવામાં આવી હોવાની ચર્ચા થઇ રહી છે.
ખંભાતના રમખાણો પૂર્વ આયોજિત : પોલીસ
ખંભાતમાં કોમી અથડામણના બે દિવસ પછી ગુજરાત પોલીસે બુધવારે દાવો કર્યો હતો કે ખંભાતના રમખાણો સ્લીપર સેલ મોડ્યુલો દ્વારા "પૂર્વ આયોજિત અને નાણાંકીય" હતા અને સ્થાનિક મૌલવીઓ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હતા.ખંભાત અને હિંમતનગર બંને સ્થળોએ, રામ નવમી માટેના સરઘસો દરમિયાન કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેના કારણે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને સંવેદનશીલ વિસ્તારોમાં વધુ પોલીસકર્મીઓને તૈનાત કર્યા હતા. પોલીસે મલ્ટિપલ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ્સ (FIR) દાખલ કર્યા છે અને અથડામણના સંબંધમાં 30 થી વધુ લોકોની ધરપકડ કરી છે.
61 લોકો વિરુદ્ધ નામ જોગ, 100 લોકોના ટોળા સામે ફરિયાદ
ખંભાતમાં 10 એપ્રિલે રામનવમીના દિવસે થયેલી જૂથ અથડામણમાં હવે પોલીસે મોટી કાર્યવાહી છે. પથ્થર મારો કરી શહેરની શાંતિ ડહોડવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી છે. ખંભાત શહેર પોલીસે 61 લોકો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરી છે અને અન્ય 100 લોકોના ટોળા વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જ પોલીસ દ્વારા તોફાની તત્વોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. આ સાથે જ ખંભાત પોલીસે જૂથ અથડામણમાં સામેલ તોફાની તત્વોની પણ ક્રોસ ફરિયાદ નોંધી છે. શોભા યાત્રામાં શામેલ 4 લોકો તેમજ 1હજારના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.