Nadiad: પતિ પત્નીની હત્યા કરીને પહોંચી ગયો પોલીસ સ્ટેશન, કોર્ટમાં ચાલતો હતો કેસ
હત્યારો પતિ રિટાયર ફોરેસ્ટ અધિકારી હોવાનું સામે આવ્યું છે. પતિ પત્નીની હત્યા કર્યા બાદ જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.
Nadidad News: નડિયાદમાં પતિએ પત્નીની હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે. નવરંગ ટાઉનશિપમાં એક નંબરના મકાનમાં રહેતા નિમિષાબેનની તેમના જ પતિ રસિકભાઈએ ફાયરિંગ કરી કરી હત્યા હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે મિલકત બાબતમાં પતિ પત્નીને કોર્ટમાં કેસ ચાલતો હતો. હત્યારો પતિ રિટાયર ફોરેસ્ટ અધિકારી હોવાનું સામે આવ્યું છે. પતિ પત્નીની હત્યા કર્યા બાદ જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. હાલ તો મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે, કયા કારણોસર પતિએ પત્નીની હત્યા કરી તે પોલીસ પૂછપરછ બાદ સામે આવશે.
નિમિષાબેન પરમાર દ્વારા તેમના પતિ રસિક પરમાર સામે ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસની આજે કોર્ટમાં તારીખ હતી. આ બાબતે જ ઉશ્કેરાઈને રસિક પરમારે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશિપ પાસે જાહેરમાં જ નિમિષા પર ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ જમીન પર ઢળી પડેલી પત્ની પોતાના પાસે રહેલું એક્ટિવા ફેરવી દીધું હતું. ફાયરિંગનો અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ગુનાને અંજામ આપી આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પત્નીની હત્યા નિપજાવવા આવેલો આરોપી પતિ રસિક પરમાર પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ પહેરીને ગુનાને અંજામ આપવા આવ્યો હતો. હેલ્મેટ પહેરીને જ રસિકે મૃતક પર ફાયરિંગ કર્યું હતું અને એક્ટિવા ચઢાવી દીધું હતું. જો કે, ગુનાને અંજામ આપી જ્યારે રસિક ભાગી રહ્યો હતો ત્યારે તેનું હેલ્મેટ નીકળી જતા સ્થાનિક લોકોએ તેને ઓળખી કાઢ્યો હતો.
બનેવીએ કરી સાળાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
પંચમહાલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનેવીએ સાળાની હત્યા કરી છે. સાળા બનેવી વચ્ચે પારિવારિક તકરાર મોતનું કારણ બન્યું છે. શહેરા તાલુકાના નવાગામ ગામનો બનાવ છે. બહેનને મારઝૂડ કરતો હોવાને લઈ ઠપકો આપતા ઉશ્કેરાયેલા બનેવીએ ગળાનાં ભાગે તીક્ષણ હથિયાર મારી સાળાને મોતને ઘાટ ઉતાર્યો હતો. શહેરા પોલીસે આરોપી પિતા પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે H3N2 વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. ભાવનગરમાં H3N2નો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતો 22 વર્ષીય યુવક નવા વાયરસ H3N2ના ઝપટમાં આવી જતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, તેના પરિવારજનોના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભાવનગરના 14 આરોગ્ય કેન્દ્રોમાં તાવ, શરદી અને ઉધરસના 750 કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. શહેરના ત્રણ મહિલા દર્દી અને એક પુરુષ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં હાલ H1N1ના 77 જેટલા કેસ છે. જ્યારે H3N2ના 4 જેટલા કેસ છે. જેમા H3N2 વાયરસથી રાજ્યમાં પ્રથમ મોત વડોદરામાં થયું છે. ફતેગંજ વિસ્તારના 58 વર્ષના મહિલાનું H3N2ને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 કેસ અને અમદાવાદમાં સૌથી વધુ 31 કેસ નોંધાયા હતા. હાલ રાજ્યમાં 268 એક્ટિવ કેસ છે, રાજ્યમાં કુલ 5 દર્દી વેન્ટિલેટર પર છે.