શોધખોળ કરો

Gujarat Election 2022: પીએમ મોદીએ આણંદમાં કોંગ્રેસને આડેહાથ લીધી

Gujarat Assembly Election 2022: પીએમ મોદીએ આણંદ ખાતે સભા સંબોધી હતી. તમને જણાવી દઈએ કે, આણંદ જિલ્લાનો આ છેલ્લો પ્રવાસ છે. આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થઈ જશે.

Gujarat Assembly Election 2022: પીએમ મોદીએ આણંદ ખાતે સભા સંબોધી હતી. તમને જણાવી દઈએ કે, આણંદ જિલ્લાનો આ છેલ્લો પ્રવાસ છે. આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે, આ ચૂંટણી ના નરેન્દ્ર કે ભુપેન્દ્ર લડે છે પરંતુ ગુજરાતના જુવાનિયા લડી રહ્યા છે. બધેથી એક જ વાત સંભળાય છે ફિર એક બાર મોદી સરકાર. ઈવીએમની વાત કોંગ્રેસ કરે એટલે હાર તેમની હાર નકી છે. પીએમએ સરદાર પટેલને યાદ કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું સૌભાગ્ય મને મળ્યું. સરદાર પટેલની ભૂમિ છે જેમણે રજવાડાને એક કર્યા. સરદાર સાહેબની પ્રેરણા, ભારતની એકતા અને આજે ભારત દુનિયામાં એક મોટી તાકાત બનતું જઈ રહ્યું છે.

કોંગ્રેસને સરદાર સાહેબ સામે વાંધો અને દેશની એકતા સામે વાંધો. સરદાર સાહેબને કોંગ્રેસે પોતાના ના કર્યા. કોંગ્રેસને પ્રશ્ન પૂછ જો કે સરદાર સાહેબ કોંગ્રેસમાં હતા ? કોંગ્રેસે ગુજરાતમાં જાત જાત સાથે લડાવી. ખંભાત, આણંદ, પેટલાદમાં ધમાલો થતી હતી. જેનો ફાયદો આવા તત્વો લેતા હતા. કોંગ્રેસ પાર્ટી ગુલામીની માનસિકતા ઘર કરી ગઈ છે. અંગ્રેજોની માનસિકતા કોંગ્રેસમાં આવી. 500 વર્ષ પહેલાં મહાકાલીનું મંદિર ધ્વસ્ત કર્યું, ધજા ના ફરકી આ કોંગ્રેસની માનસિકતા હતી. દેશ આઝાદ થયા પછી કોંગ્રેસે કશું ના કર્યું. આજે તમારા એક વોટને લઈ આ શક્ય બન્યું. કોંગ્રેસની ગુલામીની માનસિકતા દેશનું ગૌરવ અને દેશના સન્માન ના અપાવી શકે.

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાંકરેજમાં સભા ગજવી

બનાસકાંઠાના કાંકરેજના આગડનાથ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના કાંકરેજ, વાવ,દિયોદર અને થરાદના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જંગી સભાને સંબોધી કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી ભાજપને મત આપવા લોકોને અપીલ કરી હતી. જ્યાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાંકરેજના ઓગડનાથ ખાતે પહોંચીને ભગવાન આગડનાથના દર્શન કરીને સભા સ્થળે પહોંચ્યા હતા જ્યાં તેમને કાંકરેજના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલા, વાવના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, દિયોદરના ઉમેદવાર કેસાજી ચૌહાણ અને થરાદના ઉમેદવાર શંકર ચૌધરીના સમર્થનમાં સભાને સંબોધતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે દેવ દરબારની આ પવિત્ર ધરતી અને જલ દેવતાના આશીર્વાદ ,જલ દેવતાનું  સામર્થ છે જેથી ઓગડનાથ મહારાજને માથું ટેકવી આવ્યો. 

જ્યારે દુષ્કાળ કે મુસબીત આવી આપણને આગડનાથ મહારાજના આશીર્વાદ સાથે રહ્યા છે. પહેલા ચરણમાં ગુજરાતી લોકોએ ડંકો વગાડી દિધો છે. પહેલા ચરણના મતદાને લીધે ભૂતકાળના બધા જ રેકોર્ડ તોડીને ભાજપ વિજેતા બનાવની છે. લોકોના મુખે એક જ વાત નીકળે છે ફિર એકબાર મોદી સરકાર. અહીં મને પાઘડી પહેરાવીને કાંકરેજી ગાયની પ્રતિકૃતિ આપી. દિલ્હીના એગ્ઝિબિશનમાં મેં કાંકરેજી ગાયનું વર્ણન કર્યું. અભાવમાં પણ અમારી કાંકરેજી ગાય તેનો સ્વભાવ ન બદલે..મેં ગાયનું વર્ણન કર્યું તો વિદેશી લોકોને પણ થયું કે આવી ગાય પણ છે. ગૌવંશની વિરાસત એ આપણી સમૃદ્ધિ છે. દેશી નશલની ગાયો સાચવવાની પણ સરકારનું મિશન છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ બનાવ્યું. આર્થિક તાકાત ગાય કેવી રીતે બની શકે તેની ચિંતા કરી લાખો લોકો જે અનાજ પેદા કરે છે તેના કરતાં આપણા દેશમાં દૂધ ઉત્પન્ન થાય છે .

ડેરી ઉધોગના કારણે લગાતાર વૃદ્ધિ થઈ રહી છે. મારુ પણ ભાગ્ય છે કે કાશીના ગંગા કિનારે બનાસડેરી આવી છે .ટપક સિંચાઈથી પાણી પણ બચ્યું અને પાણીનો લાભ થયો. જે બનાસકાંઠા બટાકા અને દાડમ માટે જાણીતું ન હતું એને આખું ભારત બટાકા અને દાડમના કારણે જાણીતું થઈ ગયું. ભાજપની સરકાર સિંચાઈ પરિયોજના માટે કામ કરે છે. કોંગ્રેસની ટેવ લટકાના ભટકાના અને અટકાના છે. સરદાર સરોવર ન બને તે માટે કોંગ્રેસે રોડા નાખ્યા હતા. જેને દરવાજા ઊંચા કરવાનો વિરોધ કર્યો હતો એમને કોંગ્રેસના નેતા ખભે હાથ મૂકીને પદયાત્રા કરી રહ્યા છે .જેને પાણીને રોકયું હોય એને માફ ન કરાય. બનાસકાંઠાને તરસ્યું રાખ્યું એ માટે આ કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે. આ કોંગ્રેસને જેમાં પોતાનો સ્વાર્થ કે ભલું ન દેખાય એ કામ ન કરવાનો એનો સ્વભાવ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
Embed widget