PM Modi in Anand: સરદાર સાહેબના પદચિહ્નો પર ચાલીને કાશ્મીરની સમસ્યા પણ પૂર્ણ કરીઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ આણંદમાં જનસભાને સંબોધી હતી. દરમિયાન લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપનો મતલબ છે વિશ્વમાં ગુજરાતીઓને જય જય કાર થયો
આણંદઃ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદીએ આણંદમાં જનસભાને સંબોધી હતી. દરમિયાન લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ એટલે સમાજને તોડવાવાળી શક્તિ પર જીવલેણ હુમલો કરવાની શક્તિ. ગુજરાતમાં ભાજપનો મતલબ છે વિશ્વમાં ગુજરાતીઓને જય જય કાર થયો. ગામે ગામે પાકી સડકો બનાવી, તમે જેટલો સાથ આપ્યો એટલો અમે વિકાસ આપ્યો. પીએમ મોદીએ કહ્યું, હું સીએમ હતો ત્યારે મને વહીવટનો અનુભવ નહોતો, આપણા સીએમને 25 વર્ષના વહીવટનો અનુભવ છે. સરદારના સપનાને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો પણ કોર્ટ કચેરીના ધક્કા ખાઈને સરદારના સપના સાકાર કર્યા. ગુજરાતમાં ઘરે ઘરે વીજળી પહોંચાડવાનું કામ પૂર્ણ કરી દીધું. કોંગ્રેસ વાળાને પૂછજો ક્યારેય સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા છો ખરા ?
અમૃતકાળ આજના યુવાનો માટે સુવર્ણકાળ
— BJP Gujarat (@BJP4Gujarat) October 10, 2022
ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર તેજ ગતિથી વિકાસની નવી ઉંચાઇ પર લઇ જઇ રહી છે. હવે દોડવાનો સમય પૂર્ણ થયો, હવે હાઇજમ્પ મારવાનો છે.
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi#VishwasSeVikas#BJP4Gujarat pic.twitter.com/9Ma7vgS7g5
આણંદમાં જન વિશ્વાસ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કોગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોગ્રેસ આજે પણ ગુજરાતને અપમાનિત કરવાનો કોઇ મોકો છોડતી નથી. કોગ્રેસ ગામોગામ ઘરે ઘરે જઇને ઝેર ભેળવી રહી છે. કોગ્રેસ દરેક વસ્તુઓનો જુદો અર્થ કાઢીને લોકોને ભરમાવી રહી છે. ગુજરાતમાં આજે એમબીએની 12 હજાર બેઠકો છે. આજે ગુજરાતમાં મેડિકલની છ હજાર બેઠકો છે. પ્રોફેશનલ કોર્સ વધવાથી ગુજરાતનો યુવાન દેશનું ગૌરવ વધારી રહ્યો છે. અમે ધરતી પર કામ કરીને બતાવનારા લોકો છીએ. સરદાર સાહેબનું સન્માન આપવાનું કામ ગુજરાતની જનતાએ કરી બતાવ્યું છે.
આવનારા દશકામાં મારું ગુજરાત ગાજવાનું છે...
— BJP Gujarat (@BJP4Gujarat) October 10, 2022
ગુજરાતની ઓળખ હાઇડ્રો હબ, ફાર્મા હબ અને સેમીકન્ડક્ટર હબ, ઇલેક્ટ્રીક વ્હીલક મેન્યુફેક્ચકરિંગ હબના રૂપમાં નિખરશે.
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi#VishwasSeVikas#BJP4Gujarat pic.twitter.com/YCK4Pe5gTZ
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સાબરમતીથી દાંડી સુધી માર્ગ વિકાસવવાનું કામ કર્યું છે. 500 વર્ષથી પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે ધજા નહોતી ફરકી રહી. વિરાસતનું સન્માન અને વિકાસનો રસ્તો તેજ ગતિથી આગળ વધ્યો છે. આ વખતે કોગ્રેસ ગામોગામ ગોઠવણ કરી રહ્યા છે. આ કોગ્રેસની નવી ચાલ છે. કોગ્રેસ દરેક ગામમાં ઝેર ભેળવવાનો પ્રયત્ન કરી રહી છે.
ભાજપ સરકારે દરેક વાતને ગંભીર લીધી, ગામેગામ પાકા રસ્તા બનાવ્યા, ચારેબાજુ નેશનલ હાઇવે મજબૂત કર્યા, ઘેરઘેર-ખેતરો પાણી પહોંચાડવા દિવસ-રાત કામ કર્યું
— BJP Gujarat (@BJP4Gujarat) October 10, 2022
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi#VishwasSeVikas#BJP4Gujarat pic.twitter.com/PuUcSdosWL
વડાપ્રધાને કહ્યુ કે લોકોનું આરોગ્ય બચાવવાનું કામ ગુજરાતના ખેડૂતોએ ઉપાડ્યું છે. હવે દોડવાનો સમય પૂર્ણ થયો, આપણે હાઇ જમ્પ લગાવવાનો છે. ગુજરાતે પ્રાકૃતિક ખેતીનું જનઆંદોલન ઉભુ કર્યુ છે.
ગુજરાત અને ભાજપને સંબંધ અતૂટ
— BJP Gujarat (@BJP4Gujarat) October 10, 2022
આ સંબંધ માત્ર રાજકારણના નથી. આ તો દિલનો પ્રેમ છે, પોતીકાપણું છે. એટલે જ તમે હંમેશા કમળને ખીલતું રાખ્યું છે. પ્રધાનમંત્રી શ્રી @narendramodi#VishwasSeVikas#BJP4Gujarat pic.twitter.com/yID23KFxmb
ગુજરાત ભાજપ એટલે સેવા, સુરક્ષા અને શાંતિ
— BJP Gujarat (@BJP4Gujarat) October 10, 2022
ગુજરાત ભાજપ એટલે વ્યાપાર-કારોબાર માટે ઉત્તમ વાતાવરણ
ગુજરાત ભાજપ એટલે કરફ્યૂને દેશવટો
ગુજરાત ભાજપ એટલે સમાજને તોડનારી તાકાત પર જીવલેણ પ્રહાર કરવાની શક્તિ
ગુજરાત ભાજપ સૌનો સાથ, સૌનો વિકાસ pic.twitter.com/akuWH6DPHG
ગુજરાતની જનતા ભાગ્યશાળી છે
— BJP Gujarat (@BJP4Gujarat) October 10, 2022
પંચાયતથી લઇ વિધાનસભા સુધીનો 25 વર્ષનો અનુભવ ધરાવતા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા
25 વર્ષના જાહેર જીવનમાં મુખમાંથી ક્યારેય કટુ વાણી નીકળી નથી, વ્યવહાર પર કોઇએ આંગળી ચીંધી નથી આનાથી વધારે ગુજરાત માટે રૂડું શું હોઇ શકે.: PM #VishwasSeVikas pic.twitter.com/hrCPTRVRaZ
20 વર્ષમાં દૂધના ઉત્પાદનમાં અઢી ગણો વધારો થયો છે. 20 વર્ષમાં અનાજ, ફળ-શાકભાજીના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો થયો છે. સાબરકાંઠાની શાકભાજી દિલ્હી, આણંદની શાકભાજી મુંબઇ સુધી જાય છે. આઠ વર્ષમાં સરકારે ખેડૂતો, પશુપાલકોનો ડબલ તાકાત આપી છે.