Umreth: યુવતી પર દુષ્કર્મ મામલે સ્વામિનારાયણ મંદિરના પૂજારી વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ, હવે થશે DNA ટેસ્ટ
Swaminarayan Mandir Case: આણંદના ઉમરેઠમાં સ્વામિનારાયણ મંદિરના પૂજારી વિરૂદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મનોદિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરનારા પૂજારી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે
![Umreth: યુવતી પર દુષ્કર્મ મામલે સ્વામિનારાયણ મંદિરના પૂજારી વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ, હવે થશે DNA ટેસ્ટ Police Fir Files Against Swaminarayan Temple Mandir Pujari over the rape in the Anand Umreth City Umreth: યુવતી પર દુષ્કર્મ મામલે સ્વામિનારાયણ મંદિરના પૂજારી વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ, હવે થશે DNA ટેસ્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/12/b1af20060814126aa4849a630607f755173138829511877_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Swaminarayan Mandir Pujari Rape Case: આણંદના ઉમરેઠમાં આવેલા રામતલાવ પાસેથી મૃત નવજાત શિશુ મળવાની ઘટનામાં દુષ્કર્મનો નવો વળાંક આવ્યા બાદ તપાસ તેજ થઇ હતી. આ ઘટનામાં સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ મનોદિવ્યાંગની યુવતી પર દુષ્કર્મ ગુજારવાના કારણે યુવતી ગર્ભવતી બની હતી, અને પીડિતાએ મૃત બાળકીને જન્મ આપી ત્યજી દીધી હતી. આ સમગ્ર મામલે હવે પોલીસે આરોપી પૂજારી વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.
આણંદના ઉમરેઠમાં સ્વામિનારાયણ મંદિરના પૂજારી વિરૂદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મનોદિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરનારા પૂજારી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તપાસમાં પીડિતાએ મેજિસ્ટ્રેટ સમક્ષ પૂજારીએ દુષ્કર્મ ગુજાર્યાનું નિવેદન આપ્યુ હતુ, જ બાદ મંદિરના પૂજારી કાંતિ વાઘેલા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે ધરપકડ બાદ આરોપી પૂજારીનો DNA ટેસ્ટ કરાશે.
ઘટનાની વિગતો એવી છે કે, ઉમરેઠના રામ તલાવ પાસેથી એક મૃત નવજાત શિશુ મળી આવ્યુ હતુ, પોલીસે આ મૃતદેહનું પૉસ્ટ મોર્ટમ કરાવી જે પછી સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. ખરેખરમાં, ઉમરેઠના સ્વામિનારાયણ મંદિરની પાસે રહેતી મનોદિવ્યાંગની યુવતીએ મૃત બાળકને જન્મ આપી ત્યજી દીધું હોવાનું ખુલ્યું હતું. જો કે યુવતીના પિતાએ તેમની દીકરી પર સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી ધાક ધમકીઓ આંપી હોવાનો આરોપ લગાવ્યો હતો. જયારે બીજીતરફ મંદિરના પૂજારી કાંતિભાઈ વાઘેલાએ દુષ્કર્મના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. અને યુવતી મંદિરમાં ભોજન લેવા આવતા નહી આપ્યું હોવાથી ખોટો આક્ષેપ લગાવ્યો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસના જણાવ્યા અનુસાર એકજીક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂ અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં પીડિત યુવતીનું નિવેદન લેતા યુવતીએ સમગ્ર ઘટના અંગે મૌન તોડ્યુ હતુ. હવે પોલીસે કાર્યવાહી કરતાં મંદિરના પૂજારી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી છે.
આ પણ વાંચો
Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)