(Source: ECI/ABP News/ABP Majha)
On Hindu Temple In Canada: કનેડાના મંદિરમાં હિન્દુ સાથે મારપીટ, ભારતમાં આક્રોશ, ટ્રૂડોની આકરી ટીકા
Attack On Hindus In Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હિંદુ સભા મંદિર પર ખાલિસ્તાનીઓના હુમલાની નિંદા કરી છે. ભારતે આ હુમલા પર નારાજગી વ્યક્ત
On Hindu Temple In Canada: કેનેડાના બ્રામ્પટનમાં શીખ અલગતાવાદીઓએ એક હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ મંદિરમાં ઘુસીને હિંદુઓને લાકડીઓ વડે માર માર્યો હતો. આ મામલે હવે ભારતે નારાજગી વ્યક્ત કરી છે. ભારતીય કોન્સ્યુલેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ટોરોન્ટો નજીક બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરની બાજુમાં કોન્સ્યુલર કેમ્પની બહાર ભારત વિરોધી તત્વો દ્વારા હિંસક પ્રવૃત્તિઓ જોવા મળી હતી."
ભારતે કેનેડાની જસ્ટિસ ટ્રુડો સરકારને સ્પષ્ટપણે કહ્યું કે "કેનેડામાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિને કારણે, કેનેડિયન સત્તાવાળાઓને પહેલાથી જ આ કાર્યક્રમો માટે મજબૂત સુરક્ષા પગલાં લેવા વિનંતી કરવામાં આવી હતી, જે નિયમિત કોન્સ્યુલર કાર્યો છે."
A red line has been crossed by Canadian Khalistani extremists today.
— Chandra Arya (@AryaCanada) November 3, 2024
The attack by Khalistanis on the Hindu-Canadian devotees inside the premises of the Hindu Sabha temple in Brampton shows how deep and brazen has Khalistani violent extremism has become in Canada.
I begin to feel… pic.twitter.com/vPDdk9oble
પહેલા પ્રદર્શન કર્યું, પછી અચાનક હુમલો કર્યો
બ્રેમ્પટનના મંદિરમાં હિન્દુઓ પર થયેલા હુમલાના વીડિયોમાં શીખ અલગતાવાદીઓ પ્રદર્શન કરતા જોઈ શકાય છે.આ ખાલિસ્તાન તરફી લોકો મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ અચાનક આ લોકોએ હુમલો કર્યો. ખાલિસ્તાન સમર્થકોએ હિંદુઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો અને મંદિરમાં ઘૂસીને ભારે હંગામો મચાવ્યો. મામલો વણસતા પોલીસે સ્થળ પર પહોંચીને આ લોકોને શાંત પાડ્યા હતા.
આ પણ વાંચો
કેનેડાના બ્રૈમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને બનાવ્યું નિશાન, શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ