શોધખોળ કરો

Gujarat Rain: ભાવનગરના આ વિસ્તારમાં માત્ર 3 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

Gujarat Rain: આજે સવારથી ફરી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નદી નાળાઓ છલકાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો ક્યાંય વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Gujarat Rain: આજે સવારથી ફરી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નદી નાળાઓ છલકાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો ક્યાંય વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ આજે ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે.

Gujarat Rain: ભાવનગરના આ વિસ્તારમાં માત્ર 3 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. માત્ર ત્રણ કલાકમાં ઉમરાળા તાલુકામાં ચાર ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સામે આવી છે. મુશળધાર વરસાદના કારણે સ્થાનિક નદી નાળાઓ છલકાયા છે. પીપળી, વાવડી, નવા રામપર, ચોગઠ, ધારૂકા, માલપરા, ધોળા, રામણકા, હડીયાદ, નવાગામ, લોલીયાણા સહિતના ગામડાઓને મેઘ રાજાએ મેઘ રાજાએ બનમાં લીધા છે.

બોટાદ શહેર સહિત તાલુકા પંથક તેમજ બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં સિઝનનો સૌ પ્રથમ ઝડપી વરસાદ વરસ્યો હતો. જેમાં બોટાદ શહેરના પાળીયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, બસ સ્ટેન્ડ, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસતા ઠેર ઠેર મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા. તો બોટાદ જિલ્લાના બરવાળા શહેરના રોજીદ દરવાજા, છત્રી ચોક, ખમીદાણા દરવાજા, રોકડીયા હનુમાનજી મંદિર સહિત સમગ્ર શહેરમાં તો બરવાળા તાલુકાના કુંડળ બેલા ટીંબલા કાપડીયાળી ખમીદાણા રોજીદ રાણપરી વહીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. જે તીવ્ર ગતિએ વરસાદ વરસ્યો હતો ત્યારે ઝરમર ઝાપટા બાદ એકસાથે મુશળધાર વરસતા લોકોમાં આનંદ જોવા મળ્યો હતો.

સિહોર પથકમાં વરસાદના કારણે હાઈવે રોડના રસ્તાઓ ધોવાયા છે. એક તરફ વરસાદ અને બીજી તરફ ડીસ્કો રોડના કારણે એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી. સિહોરના બસ સ્ટેન્ડ પાસેના છે જ્યાં સરકારી અધિકારીઓની ગાડીઓ પણ એક ફૂટ સુધીના ખાડામાંથી પસાર થઈ રહી છે. સ્થાનિક નઘરોળ પ્રશાસનના કારણે દરરોજ અકસ્માતનાં બનાવો બને છે આમ છતાં રીપેરીંગ હાથ ધરવામાં આવતું નથી.

 ભારેથી અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે .  આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  અમદાવાદ શહેરમાં પણ  વરસાદી માહોલ રહેશે. આવતીકાલે એટલે કે શનિવારે અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, બાનસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી અને વડોદરા જિલ્લામાં  ભારે વરસાદ વરસશે. 23 જુલાઈના રોજ અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, પાટણ, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને આણંદ જિલ્લામાં જળબંબાકાર  થશે. 24 જુલાઈના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget