Bhavnagar: 6 મહિના પૂર્વે થયેલા ડબલ મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 6 આરોપી ઝડપાયા
ભાવનગરના પીંગળી ડબલ મર્ડર કેસમાં 197 દિવસ બાદ ભાવનગર પોલીસે હત્યાનો ભેદ ઉકેલાયો છે. શીવાભાઈ રાઠોડ અને તેમના પત્ની વસંતબેન રાઠોડની ઘરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી.
ભાવનગર: ભાવનગરના પીંગળી ડબલ મર્ડર કેસમાં 197 દિવસ બાદ ભાવનગર પોલીસે હત્યાનો ભેદ ઉકેલાયો છે. શીવાભાઈ રાઠોડ અને તેમના પત્ની વસંતબેન રાઠોડની ઘરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. જે અંગે પોલીસે કુલ છ આરોપીની ધરપકડ કરીને આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે. અગાઉ થયેલ ઝઘડા બાબતે ખાર રાખીને પાંચ લાખ રૂપિયાની સોપારી આપીને રણજીત યાદવ નામના શખ્સે હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે.
6 આરોપીઓ ઝડપાયા
ખેતીવાડીનું કામ કરતા દંપતીને જૂની માથાકૂટના કારણે સોપારી લઈને હત્યા કરવાના કેસમાં ભાવનગર પોલીસને સફળતા મળી છે. ભાવનગર જિલ્લાના બહુચર્ચીત તળાજા તાલુકાના પિંગળી ગામે થયેલ ડબલ મર્ડરના 6 આરોપીઓને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે.
ગત તારીખ 11/07/2023ના રોજ પિંગળી ગામે દંપતીની હત્યાનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં પતિ પત્ની પિંગળી ગામે એકલા રહેતા હતા ત્યારે આ તેમની હત્યા કરવામાં આવી હતી. ઘરમાં અંદરના ભાગે રૂમનું તાળુ કોઇએ ચાવી વડે ખોલી કબાટનો સામાન વેરવીખેર કરી નાખ્યો હતો. જેથી કોઇએ ઘરમાંથી ચોરી-લૂંટ કર્યાના ઇરાદે તિક્ષ્ણ હથીયાર વડે હત્યા થઈ હતી તેવુ અનુમાન હતું. આ ગુનો શોધી કાઢવા માટે છેલ્લા 6 મહીનાથી ભાવનગર જિલ્લા પોલીસ ટીમ રાત-દિવસ પ્રયત્નો કરી રહી હતી.
ટેકનિકલ અને હ્યુમન સોર્સથી આરોપીઓની ભાળ મેળવવા પોલીસ પ્રયાસ કરી રહી હતી. પિંગળી ગામથી આજુ-બાજુના 50 કિલોમીટર વિસ્તારના કુલ-19 ગામના કુલ-38 CCTV તપાસવામાં આવ્યા હતા. આ પ્રકારના ગુનાઓમાં અગાઉ પકડાયેલા શખ્સો, અનેક શંકાસ્પદ અને પિંગળી ગામ તથા તેની આજુ-બાજુના ગામના રહીશોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કે 2 આરોપી ઝડપાયા બાદ અન્ય 4 આરોપીને ઝડપી પોલીસે કુલ 6 શખ્સોને ઝડપી લીધા છે. રણજીતભાઇ યાદવ નામના શખ્સે રૂ. 5,00,000/-ની સોપારી લઇને તેણે પિંગળી ગામે બતાવેલ ઘરમાં જઇને દંપતીની હત્યા કરી હતી.
સોપારી લઈને હત્યા કરવામાં આવી હતી
ખેતીવાડીનું કામ કરતા દંપતીને જૂની માથાકૂટના કારણે સોપારી લઈને હત્યા કરવાના કેસમાં ભાવનગર પોલીસને 6 મહિના બાદ સફળતા મળી છે. ભાવનગર જિલ્લાના ચર્ચીત તળાજા તાલુકાના પિંગળી ગામે થયેલ ડબલ મર્ડરના 6 આરોપીને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ઝડપી લીધા હતા.