Accident: રાજ્યમાં રવિવારે રોડ રસ્તા થયા રક્તરંજિત, ત્રણ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત
Accident News: રવિવારે રાજ્યમાં રોડ રસ્તા રક્તરંજિત થવાની સિલસિલો યથાવત છે.
Accident News: રવિવારે રાજ્યમાં રોડ રસ્તા રક્તરંજિત થવાની સિલસિલો યથાવત છે. રાજકોટના ઉપલેટા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર ઘાયલ થયા હતા. ઉપલેટા તાલુકાના રબારીકા ગામ પાસે ભાણવડ તાલુકાના ચાંદવડ ગામના વતનીની વૃક્ષ સાથે કાર અથડાઈ હતી. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત, ચાર ઈજાગ્રસ્ત થયા હતા. ચાંદવડના પાંચ વ્યક્તિ તરઘડી સત્સંગમાં ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રામાભાઇ સવાભાઈ ભોચીયાનું ઘટના સ્થળ મોત થયું હતું. ભાયાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગરના અવાણીયા ગામે પાસે બે બાઇકનો અકસ્માત
ભાવનગરના અવાણીયા ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું અને બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. યુવક-યુવતી બાઈક લઈને જઈ રહ્યા હતા એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો, જેમાં નયનભાઈ ખસિયા નામના યુવાનનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
ભચાઉ-ગાંધીધામ હાઇવે પર ટ્રેલર-આઇસરનો અકસ્માત
આજે સવારે ભચાઉ-ગાંધીધામ હાઇવે પર ટ્રેલર-આઇસરનો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું. કચ્છની ચીરઇ પાસે ટ્રેલરની પાછળ આઇસર ટેમ્પો ઘૂસી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે અકસ્માત ગ્રસ્ત વાહનો એકબીજામાં ફસાઇ ગયા હતા. વાહનોને હાઇવે પેટ્રોલિંગ ટીમે ક્રેન દ્વારા છૂટા પાડીને મૃતદેહ બહાર કાઢ્યો હતો.
ભાજપનો ખેસ પહેરેલા લોકોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી, અમદાવાદના ઠક્કરબાપાનગરના કોંગ્રેસના ઉમેદવારનો આરોપ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે 5 ડિસેમ્બરે યોજાશે, બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો માટે આવતીકાલે મતદાન થશે. આ પહેલા અમદાવાદના ઠક્કરબાપા નગર વિધાનસભા કોંગ્રેસના ઉમેદવારે પોલીસ મથકમાં કરી અરજી કરી છે. તેમણે કહ્યું, ભાજપનો ખેસ પહેલીને આવેલા લોકોએ મને આપના ઉમેદવાર જેવી હાલત કરવાની ધમકી આપી હતી. આ ઉપરાત મને પ્રચાર બંધ કરવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ઠકકરબાપાનગર બેઠક પર ભાજપને હાર દેખાવા લાગી છે, અહીંના લોકો મારી સાથે હોવાથી ભાજપ મારા પણ દબાણ કરે છે તેમ કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.