Bhavnagar: હવે સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ મળશે મેડિકલ રજા, ખોટી રજા લઇને ઘરે આરામ કરતી કર્મચારી પકડાઇ, આપવું પડ્યુ રાજીનામુ
રાજ્યમાં ઠેક ઠેકાણ સરકારી કર્મચારીઓ રજા લઇને ઘરે રહી રહ્યાં છે, પરંતુ હાલમાં ભાવગરમાંથી સામેલ આવેલો કિસ્સો ચોંકાવનારો છે
Bhavnagar MNP News: કર્મચારીઓની મેડિકલ રજાને લઇને ભાવનગર મહાનગર પાલિકાએ મોટો નિર્ણય લીધો છે. હવેથી સંપૂર્ણ ચકાસણી બાદ જ કર્મચારીઓને મેડિકલ રજા અપાશે, કેમકે હાલમાં જ એક મનપા કર્મચારીએ મેડિકલ રજા લીધી હતી જેની તપાસ થતાં તે પોતાના ઘરે સંપૂર્ણ રીતે સ્વસ્થ દેખાતી હતી. આ પછી કર્મચારીને સ્વૈચ્છિક રાજીનામું આપ્યુ હતુ.
રાજ્યમાં ઠેક ઠેકાણ સરકારી કર્મચારીઓ રજા લઇને ઘરે રહી રહ્યાં છે, પરંતુ હાલમાં ભાવગરમાંથી સામેલ આવેલો કિસ્સો ચોંકાવનારો છે. હાલમાં કર્મચારીઓની મેડિકલ રજાને લઈને ભાવનગર મનપાનો મોટો નિર્ણય લીધો છે. હવેથી સંપૂર્ણ ચકાસણી બાદ જ કર્મચારીઓને મેડિકલ રજા અપાશે. હાલમાં બનેલા એક કિસ્સાથી ભાવનગર મનપાએ આ મોટો બોધપાઠ લીધો છે. ખરેખરમાં, મનપામાં સ્ટોર વિભાગના જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતી હિમાની સોલંકીએ મેડિકલ રજા લીધી હતો. પરંતુ શકા જતા PRO, સ્ટૉર વિભાગના અધિકારીએ કર્મચારી હિમાનીના ઘરે જઈને તપાસ કરી હતી. આ તપાસમાં હિમાની સોલંકી સંપૂર્ણ સ્વસ્થ દેખાઇ અને સ્વસ્થ હોવા છતા મેડિકલ સર્ટી રજૂ કર્યાનો આ તપાસમાં ખુલાસો થયો હતો. મનપાના અધિકારીઓની તપાસના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા. જોકે, આ સમગ્ર ઘટના અને તપાસ બાદ હિમાની સોલંકીએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યુ હતુ.
ભાજપના આ ધારાસભ્યને લોકસભાની ટિકિટ ન મળતા સમર્થકોએ ખુશ થઈને ફટાકડા ફોડ્યા
98 રાજુલા વિધાન સભામાં ધારાસભ્ય હીરા સોલંકી ભાવનગર લોક સભા ચૂંટણી લડવાની સર્ચા ઉપરથી પડદો ઉંચકાયો છે. ધારાસભ્ય હીરા સોલંકી ભાવનગર નહીં જતા સમર્થકો ખુશ થયા અને ફટાકડા ફોડ્યા હતા. ભાવનગર લોકસભા બેઠક ઉપર નીમુબેન બાંભણીયાની ટિકિટ જાહેર થતા ખુશી વ્યક્ત કરી છે. રાજુલા જાફરાબાદ વિધાન સભાના ધારાસભ્ય હીરા સોલંકી ચાલુ રહેતા ફટાકડા ફૂટ્યા હતા. જાફરાબાદ શહેરમાં હીરા સોલંકીના કાર્યકરો સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી છે. રાજુલા જાફરાબાદ વિધાન સભામા હીરા સોલંકી વર્ષોથી ધારાસભ્ય છે. મંત્રી પરષોત્તમ સોલંકીના નાના ભાઈ ધારાસભ્ય હીરા સોલંકી કોળી સમાજના પ્રભુત્વ વાળી બેઠક ઉપર ચિત્ર ક્લિયર થયું છે.
નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાત લોકસભાની બાકી રહેલ 7 બેઠક માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. હજુ ચાર બેઠક પરના નામ જાહેર કરવાના બાકી છે. ગુજરાત લોકસભાની 7 બેઠક માટે ભાજપે આજે નામોની યાદી જાહેર કરી છે. આજે ભાજપે કુલ 72 ઉમેદવારોની યાદી જાહેર કરી છે., જેમાં ગુજરાતની 7 બેઠકના નામ પણ જાહેર થયા છે.ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારોના નામનો જાહેરાત કરી દીધી છે. ભાજપે 22માંથી પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે. અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેંદ્રનગર બેઠક પર હજુ ઉમેદવારના નામ પર સસ્પેંસ છે.