શોધખોળ કરો

સાવધાનઃ 'પાર્ટ ટાઇમ જૉબ'ના મેસેજ બાદ મહિલા પાસેથી ભેજાબાજે ખંખેરી લીધા 15 લાખ રૂપિયા

કેટલાક ભેજાબાજ શખ્સોએ શહેરમાં કેટલાક લોકોને ઓનલાઇન જૉબ અને વર્ક ફ્રૉમ હૉમ આપવાના બહાને લાખો રૂપિયા ખંખરી લીધા છે,

Crime: રાજ્યમાં ઓનલાઇન અને સાયબર ફ્રૉડની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે આવી વધુ એક ચોંકાવનારી ઘટના ભાવનગરમાથી સામે આવી છે, અહીં કેટલાક ભેજાબાજ શખ્સોએ શહેરમાં કેટલાક લોકોને ઓનલાઇન જૉબ અને વર્ક ફ્રૉમ હૉમ આપવાના બહાને લાખો રૂપિયા ખંખરી લીધા છે, આ અંગે હવે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. 

મળતી માહિતી પ્રમાણે, ભાવનગર શહેરમાં ફરી એક વખત એક મહિલા સાથે વિચિત્ર રીતે ઓનલાઇન છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. અહીં વર્ક ફ્રૉમ હૉમ દ્વારા સારી કમાણી થશે એવી લાલચ આપી કેટલાક ભેજાબાદ શખ્સોએ વેબસાઈટ પર રેટિંગ આપવાનું કહ્યું હતુ, અને બાદમાં મહિલા પાસેથી આ શખ્સોએ 15 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. માહિતી એવી છે કે, ફ્રૉડ કરનારા શખ્સોએ મહિલાને પહેલા ટેલિગ્રામ પર મેસેજ કર્યો હતો, આ મેસેજમાં મહિલાને વર્ક ફ્રૉ હૉમ અને પાર્ટ ટાઇમ જૉબ કરવા માંગો છે એવો મેસેજ લખેલો હતો. જોકે, મહિલાએ આ મેસેજના જેવો રિપ્લાય આપ્યો, કે તરત જ ફ્રૉડ કરનાર શખ્સોએ મહિલાને અલગ અલગ પ્રૉડક્ટ્સના રેટિંગ આપવાનું કહીને તેના બદલામાં કમિશન મળશે એવી તમામ પ્રકારની લાલચ આપીને મહિલાનું એકાઉન્ટ આમાં બનાવી લીધુ હતુ. ફ્રૉડ કરનારા શખ્સે પોતાનું નામ અશોક હોવાનું મહિલાને જણાવ્યુ હતુ. આમ કર્યા બાદ બાદ આ ઘટનામાં ફ્રૉડ કરનારા શખ્સે મહિલાને અલગ અલગ ચાર્જીસના બહાને 15 લાખ રૂપિયાથી વધુની રકમ ખંખેરી લીધી હતી. બાદમાં જ્યારે મહિલાને ખબર પડી કે તેની સાથે ફ્રૉડ થઇ રહ્યું છે તો મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. 

જો તમે WhatsApp પર ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો તરત જ આ નંબર પર કરો કોલ, પરત મળશે તમામ રૂપિયા.....

એક તરફ ટેક્નોલોજીએ આપણાં ઘણાં કામો આસાન બનાવ્યાં છે, તો બીજી તરફ ક્યારેક આપણને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. જો કે આપણે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ઘણી સાવચેતી રાખીએ છીએ, કારણ કે ખોટા નંબરથી આપણી કમાણી બીજાના હાથમાં જઈ શકે છે. જેના કારણે ઓનલાઈન પેમેન્ટમાં છેતરપિંડી થવાની આશંકા છે. ફક્ત લિંક પર ક્લિક કરવાથી રૂપિયા ઉડી જઈ શકે છે. દરરોજ આપણે ઓનલાઈન છેતરપિંડીના સમાચાર વાંચીએ છીએ, ચાલો આ સમાચારમાં જાણીએ કે ઓનલાઈન છેતરપિંડીમાં તમે તમારા પૈસા કેવી રીતે પાછા મેળવી શકો છો?

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓનલાઈન છેતરપિંડી અથવા સાયબર ક્રાઈમને રોકવા માટે હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. તમે આ નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. તમે નેશનલ હેલ્પલાઈન નંબર 155260 પર છેતરપિંડીની ફરિયાદ નોંધાવી શકો છો. તમે કોઈપણ ઑનલાઇન છેતરપિંડીનો સામનો કરો કે તરત જ આ નંબર પર કૉલ કરો. તે પછી તમે મંત્રાલયના સાયબર પોર્ટલ https://cybercrime.gov.in/ પર પણ ફરિયાદ નોંધાવી શકો છો. જ્યારે પણ તમારી સાથે ઓનલાઈન છેતરપિંડી જેવી કોઈ ઘટના બને છે, ત્યારે તમે જેટલી જલ્દી જાણ કરશો, એટલી જલ્દી સાયબર ટીમ કાર્યવાહી કરશે. ઓનલાઈન છેતરપિંડીના શરૂઆતના 2-3 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેટલી વહેલી તકે તમે ફરિયાદ દાખલ કરશો, તમારા પૈસા પાછા મળવાની શક્યતાઓ એટલી જ સારી છે.

સાયબર છેતરપિંડીથી બચવા માટે, તમારે તમારા એકાઉન્ટને પાસવર્ડ વડે સુરક્ષિત રાખવું પડશે, સાથે જ તમારા એકાઉન્ટની માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. ફોનમાં આવતા OTP વિશે કોઈને જણાવવું જોઈએ નહીં. ઉપરાંત, કોઈપણ ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે, તમારે તમારા ખાતામાં થતી દરેક ગતિવિધિ પર નજર રાખવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો
ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો
ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Embed widget