Bhavnagar: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, બહાર ગામથી અભ્યાસ માટે આવેલી વિદ્યાર્થીનીનું અપહરણ બાદ રેપ
આરોપી ચેતન લાધવા વિરુદ્ધ પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Bhavnagar news: ભાવનગરથી વાલીઓએ ચેતવા જેવો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. બહાર ગામથી અભ્યાસ માટે હોસ્ટેલમાં આવતી વિદ્યાર્થીનીઓ પણ હવે સુરક્ષિત નથી. ભાવનગર શહેરમાં આવેલી આરાધના હોટલની અંદર કિશોરી રેપનો બનાવ બન્યો હતો. અભ્યાસ માટે હોસ્ટેલમાં આવ્યાના 4 દિવસ બાદ મહુવા તાલુકાની સગીરાનું અપહરણ કરી રેપનો કિસ્સો બહાર આવતા ચકચારી મચી જવા પામી છે.
સૌથી મોટી વાત એ સામે આવી છે કે આરાધના હોટલમાં યુવક અને સગીરાનું ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા વગર રૂમમ આપી દીધો હોવાની માહિતી બહાર આવી રહી છે. 28- 9- 2023 ના રોજ બનાવ બન્યો હતો, જેની ફરિયાદ બે દિવસ પહેલા નિલમબાગ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. આરોપી ચેતન લાધવા વિરુદ્ધ પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
થોડા દિવસો પહેલા ભાવનગર શહેરમાં એક નરાધમે 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યુ અને બાદમાં ફરાર થઇ ગયો હતો. આ ઘટના ભાવનગરના ઘોઘામાં બની હતી. મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં એક શખ્સે 16 વર્ષીય સગીરાને લગ્નના લાલચ આપી હતી, જોકે, લગ્ન કર્યા નહીં અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ, આ મામલો જ્યારે પ્રકાશમાં આવ્યો ત્યારે પીડિત સગીરાના પિતાએ નરાધમ વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, હાલમાં આ નરાધમ શખ્સ ફરાર થઇ ગયો હતો.
અમદાવાદમાં નવરાત્રિમાં ગરબા રમતાં રમતાં પ્રથમ હાર્ટ-એટેકનો બનાવ સામે આવ્યો છે. શહેરના નારોલમાં રહેતા યુવક ગરબા રમતાં રમતાં ઢળી પડતા માતાનો જીવનસહારો છીનવાયો છે. છઠ્ઠા નોરતે યુવકે ઘરેથી ગરબા રમવા જાવ છું, 2 કલાકમાં પરત ફરી તેવું માતાને કહીને નીકળ્યો હતો, પરંતુ યુવકના ઘરે પરત પ્રાણ ન ફર્યા હતા. મળતી માહિતી અનુસાર યુવકને કોઈ બીમારી ન હતી તેમજ તેને કોરોના પણ થયો ન હતો. ગરબા રમતાં રમતાં અચાનક યુવક ઢળી પડતા આસપાસના લોકો ભેગા થઈ ગયા થઈ ગયા હતો. જોકે, યુવક ઢળી પડતાં 108ને જાણ કરવામાં આવી હતી, પરંતુ 108 ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા યુવકનું હૃદય થંભી ગયું હતું.
આ પણ વાંચોઃ
વાવાઝોડા તેજને લઈ ગુજરાતના બંદરો પર લગાવાયું 2 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ