28 વર્ષ બાદ હીરા ઉદ્યોગમાં આવી ભયંકર મંદી, રત્ન કલાકારોને પરિવારનું ગુજરાન ચલાવવાના પડી રહ્યા છે ફાંફા
ભાવનગર જીલ્લો 60 ટકા રોજગારી હીરા ઉદ્યોગમાંથી મેળવી રહ્યો છે. આ હીરા ઉદ્યોગના કારણે અનેક પરિવારોના ગુજરાન ચાલે છે પરંતુ પરિસ્થિતિ એવી પલટાઈ છે કે ભાવનગર દિવસેને દિવસે મંદીના વમળમાં ઘેરાઈ રહ્યું છે.

Bhavnagar News: ભાવનગરમાં હીરા ઉદ્યોગની (Bhavnagar diamond industry) ચમક મંદીના કારણે ઝાંખી પડી ગઈ છે ભાવનગર એક સમયે હીરા ઉદ્યોગનું સૌથી મોટું હબ (hub of diamond) ગણવામાં આવતું હતું પરંતુ પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે આજે આ હીરા ઉદ્યોગમાં અનેક ઓફિસ અને કારખાનાઓને તાળા લાગી ચૂક્યા છે મંદીના ગ્રહણના કારણે રત્ન કલાકારોને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડી ગયું છે જ્યારે બીજી તરફ મોટા હીરાનાં ઉદ્યોગપતિઓ મંદીના કારણે ભાવનગર છોડીને મોટા સિટીમાં પલાયન થવા માટે મજબૂર બન્યા છે
200 રત્ન કલાકારો કામ કરતા હતા ત્યાં માત્ર 50 જ રત્ન કલાકારો
ભાવનગર જીલ્લો 60 ટકા રોજગારી હીરા ઉદ્યોગમાંથી મેળવી રહ્યો છે. આ હીરા ઉદ્યોગના કારણે અનેક પરિવારોના ગુજરાન ચાલે છે પરંતુ પરિસ્થિતિ એવી પલટાઈ છે કે ભાવનગર દિવસેને દિવસે મંદીના વમળમાં ઘેરાઈ રહ્યું છે. હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો હીરા ઓફિસ અને હીરાના કારખાનાઓ જ્યાં 100 થી 200 રત્ન કલાકારો કામ કરી રહ્યા હતા ત્યાં હવે માત્ર 50 થી 60 રત્ન કલાકારો કામ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ નાના મોટા અનેક એવા કારખાના અને ઓફિસો છે કે જ્યાં મંદીના માહોલના કારણે તાળા મારી દેવા પડ્યા છે
મોટા રત્ન કલાકારોનું માનવું છે કે 28 વર્ષ બાદ હીરા ઉદ્યોગમાં આવી ભયંકર મંદી આવી છે. જેના કારણે હીરાનો ઉધોગ ઠપ પડી ગયો છે. એક ઓફિસમાં બે ચાર વિભાગો ચાલતા હતા તેમાંથી પણ માત્ર હવે એક વિભાગ જ કાર્યરત રાખવો પડે છે જ્યારે અન્ય મશીનરી અને હીરા સાથે સંકળાયેલા અનેક રત્ન કલાકારોને વેકેશન જાહેર કરવું પડે છે જેની પાછળનું એકમાત્ર કારણ હોય તો તે હીરા ઉદ્યોગમાં આવેલી મંદી છે.
મહિને 25 હજારનું કામ કરતા રત્ન કલાકાર માટે 10 હજાર કમાવાના પણ ફાંફા
સામાન્ય રીતે દેશ-વિદેશમાં હીરાની ડિમાન્ડ રહેતી હોય છે અને સુરત બાદ ભારત દેશમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે ભાવનગરનો બીજો નંબર આવે છે. ભાવનગરમાંથી તૈયાર થયેલા હીરા મુંબઈ દુબઈ અમેરિકા સહિતના દેશોમાં સૌથી વધુ એક્સપોર્ટ કરવામાં આવે છે પરંતુ વિદેશમાં પણ હીરાની ડિમાન્ડ ઘટી છે. જેના કારણે હીરા ઉદ્યોગ મંદીમાં આવી છે. મંદીનો સૌથી મોટો ફટકો સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને પડતો હોય છે કારણ કે એક વર્ષ પહેલા જે રત્નકલાકાર 20 થી 25 હજાર રૂપિયા એક મહિને કમાતો હતો તે જ રત્નકલાકાર આજે 10,000 રૂપિયા કમાવવા માટે પણ સક્ષમ રહ્યો નથી, જેના કારણે ભાવનગર ના હીરા ઉદ્યોગની ચમક અને દમક ઝાંખી પડી ગઇ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
