Bhavnagar: ડમી કાંડમાં ભાવનગર પોલીસે વધુ બે આરોપીઓને ઝડપ્યા
ગુજરાતના સૌથી મોટા ડમીકાંડમાં વધુ બે આરોપીને ભાવનગર પોલીસે ઝડપ્યા હતા
ભાવનગરઃ ગુજરાતના સૌથી મોટા ડમીકાંડમાં વધુ બે આરોપીને ભાવનગર પોલીસે ઝડપ્યા હતા. મળતી જાણકારી અનુસાર, ભાવનગ પોલીસની તપાસમાં ડમી ઉમેદવાર કાંડમાં વધુ 2 આરોપીઓના નામ ખુલતા આરોપીઓનો આંકડો 61 પર પહોંચ્યો હતો.
આરોપીઓની ઓળખ તળાજા તાલુકાના ટીમાણા ગામમાં રહેતા પોસ્ટમાં નોકરી કરતા સાગર બાલાશંકર પંડ્યા અને સુરેન્દ્રનગર જિલ્લાના ખિતલા ગામે રહેતો પંકદ પ્રેમજીભાઇ ધોરિયા તરીકે થઇ હતી. અત્યાર સુધીમાં ડમી કાંડમાં 46 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં હજુ પણ નવા નામ ખુલે તેવી શક્યતા છે.
Bhavnagar: MKB યુનિવર્સિટીમાં પરીક્ષા ફીમાં એકાએક વધારો કરાતા વિદ્યાર્થીઓમાં રોષ, નોંધાવ્યો વિરોધ
Bhavnagar: ભાવનગરમાં વિદ્યાર્થીઓને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ બની ગઇ છે. ભાવનગરમાં આવેલા ભાવનગર MKB યૂનિવર્સિટીમાં હવે ફી વધારાને લઇને મામલો ગરમાયો છે. MKB યૂનિવર્સિટીમાં એનરોલમેન્ટ ફી અને જુદા જુદા કોર્સમાં ફી વધારો કર્યો બાદ હવે પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ભભુક્યો છે, અને ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યાં છે.
ભાવનગરની MKB યૂનિવર્સિટીમાં તંત્ર દ્વારા અગાઉ ફી વધારો કરવામાં આવ્યો હતો, હવે પરીક્ષા ફીમાં એકાએક 10%નો વધારો કરી દેવામાં આવ્યો છે. MKB યુનિવર્સિટી એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ફી વધારો અને એનરોલમેન્ટ ફી વધારો કર્યા બાદ હવે પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓને મોટુ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ફી વધારાને લઇને સેનેટ સભ્યનો આક્ષેપ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ખુશામત કરવા ઉપકુલપતિ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ ના કરી શકે તે માટેનું કાવતરુ છે. સેનેટ સભ્ય અને વિદ્યાર્થીના પ્રતિનિધિએ પણ આ ફી વધારા સામે વિરોધ નોંધાવ્યો છે.
Bhavnagar: ડમી કાંડની ફરિયાદને આજે એક માસ પૂર્ણ, હજુ 15 આરોપીઓ પોલીસ પકડની બહાર
Bhavnagar: ભાવનગરમાં સામે આવેલું ડમી કાંડ પ્રકરણ આજે રાજ્યમાં ટૉક ઓફ ધ ટાઉન વિષય બની ચૂક્યો છે, ડમી ઉમેદવાર કાંડને લઇને નોંધાયેલી ફરિયાદને આજ એક માસ પૂર્ણ થઇ ચૂક્યો છે. છતાં પોલીસ તમામ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે
એક માસ પહેલા ભરતનગર પોલીસ મથકમાં 36 આરોપીઓ વિરુદ્ધ ડમી ઉમેદવાર કાંડની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, ડમી ઉમેદવાર કાંડના મુખ્ય 4 આરોપીઓની જે દિવસે ફરિયાદ નોંધાઇ હતી, તે દિવસે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં શરદ પનોત, પ્રદીપ બારૈયા, પ્રકાશ ઉર્ફે PK દવે અને બળદેવ રાઠોડ એમ કુલ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી