શોધખોળ કરો

Bhavnagar: MKB યૂનિવર્સિટીમાં પરીક્ષા ફીમાં એકાએક વધારો કરાતા વિદ્યાર્થીઓમાં રોષ, નોંધાવ્યો વિરોધ

ભાવનગરની MKB યૂનિવર્સિટીમાં તંત્ર દ્વારા અગાઉ ફી વધારો કરવામાં આવ્યો હતો, હવે પરીક્ષા ફીમાં એકાએક 10%નો વધારો કરી દેવામાં આવ્યો છે.

Bhavnagar: ભાવનગરમાં વિદ્યાર્થીઓને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ બની ગઇ છે. ભાવનગરમાં આવેલા ભાવનગર MKB યૂનિવર્સિટીમાં હવે ફી વધારાને લઇને મામલો ગરમાયો છે. MKB યૂનિવર્સિટીમાં એનરોલમેન્ટ ફી અને જુદા જુદા કોર્સમાં ફી વધારો કર્યો બાદ હવે પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ભભુક્યો છે, અને ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યાં છે.  

ભાવનગરની MKB યૂનિવર્સિટીમાં તંત્ર દ્વારા અગાઉ ફી વધારો કરવામાં આવ્યો હતો, હવે પરીક્ષા ફીમાં એકાએક 10%નો વધારો કરી દેવામાં આવ્યો છે. MKB યુનિવર્સિટી એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ફી વધારો અને એનરોલમેન્ટ ફી વધારો કર્યા બાદ હવે પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓને મોટુ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ફી વધારાને લઇને સેનેટ સભ્યનો આક્ષેપ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ખુશામત કરવા ઉપકુલપતિ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ ના કરી શકે તે માટેનું કાવતરુ છે. સેનેટ સભ્ય અને વિદ્યાર્થીના પ્રતિનિધિએ પણ આ ફી વધારા સામે વિરોધ નોંધાવ્યો છે.

 

Bhavnagar: ડમી કાંડની ફરિયાદને આજે એક માસ પૂર્ણ, હજુ 15 આરોપીઓ પોલીસ પકડની બહાર

Bhavnagar: ભાવનગરમાં સામે આવેલું ડમી કાંડ પ્રકરણ આજે રાજ્યમાં ટૉક ઓફ ધ ટાઉન વિષય બની ચૂક્યો છે, ડમી ઉમેદવાર કાંડને લઇને નોંધાયેલી ફરિયાદને આજ એક માસ પૂર્ણ થઇ ચૂક્યો છે. છતાં પોલીસ તમામ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે. 

એક માસ પહેલા ભરતનગર પોલીસ મથકમાં 36 આરોપીઓ વિરુદ્ધ ડમી ઉમેદવાર કાંડની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, ડમી ઉમેદવાર કાંડના મુખ્ય 4 આરોપીઓની જે દિવસે ફરિયાદ નોંધાઇ હતી, તે દિવસે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં શરદ પનોત, પ્રદીપ બારૈયા, પ્રકાશ ઉર્ફે PK દવે અને બળદેવ રાઠોડ એમ કુલ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 

ડમી ઉમેદવાર કાંડની ફરિયાદ મુજબ, 22 આરોપીઓ હતા અને તપાસ દરમ્યાન 21 આરોપીઓના નામ ખુલ્યા હતા, આમ 43 લોકોની કરવામાં ધરપકડ કરવામાં આવી છે. આ તમામ 42 આરોપીઓ અત્યારે જેલ હવાલે છે. જોકે, ડમી કાંડ મુદ્દે હજુ પણ 15 આરોપીઓ પોલીસ પકડથી દુર છે. આજે ડમી કાંડ મામલે નોંધાયેલી ફરિયાદને એક માસ પૂર્ણ થઇ ચૂક્યો છે છતાં પોલીસ હજુ પણ 15 આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે.

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
Embed widget