શોધખોળ કરો

Bhavnagar: ડમીકાંડના તોડકાંડમાં યુવરાજસિંહ અને તેના સાળાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર

યુવરાજસિંહના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

ભાવનગરઃ ડમીકાંડના તોડકાંડમાં યુવરાજ સિંહ અને તેના સાળા કાનભાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરી હતી. મળતી જાણકારી અનુસાર, ભાવનગરમાં ડમીકાંડ બાદના તોડકાંડમાં યુવરાજસિંહના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તો તેના સાળા કાનભા ગોહિલને પણ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં.

જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ કરી હતી.  કોર્ટે યુવરાજસિંહ અને તેના સાળાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.  

તે સિવાય યુવરાજસિંહ જાડેજા સામેના તોડકાંડની તપાસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે યુવરાજસિંહ તોડકાંડની રકમમાંથી મિલકત ખરીદવાના હતા. ગાંધીનગરમાં દહેગામમાં યુવરાજ સિંહ પોતાના નામે મિલકત ખરીદવા માંગતા હતા. પ્રોપર્ટી ખરીદવા માટે યુવરાજસિંહ જાડેજાએ સ્ટેમ્પ પેપર ખરીદ્યા હતા. 12 એપ્રિલના રોજ યુવરાજસિંહે સ્ટેમ્પ પેપર ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે.  ભાવનગર પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે.

યુવરાજસિંહના સમર્થનમાં આવ્યો રાજપૂત સમાજ

 ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડ મામલે રોજેરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ગઈ કાલે ડમીકાંડ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ આજે વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત, સંજય સોલંકી,અને મહેશ ચૌહાણને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અન્ય 7 આરોપીઓ પૈકી 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ અને 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

Bhavnagar News: ભાવનગરમાં ડમીકાંડમાં વધુ પાંચ આરોપીઓ કરાઇ અટકાયત

ભાવનગરઃ ડમીકાંડમાં સીટ દ્ધારા વધુ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ગોપાલ લાધવા, ઈકબાલ લોંડીયા, હનીફ લોંડીયા, પ્રવીણ સોલંકી, જીતેન્દ્રસિંહ ગોહિલની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરવામાં આવેલા પાંચેય શખ્સોની ધરપકડ કરીને રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પકડાયેલા ઇસમોની પૂછપરછ દરમિયાન ડમીકાંડમાં કોને કેટલા રૂપિયા આપ્યા ? કોનાં કહેવાથી નોકરીનું સેટિંગ કર્યું હતું ? તે તપાસ દરમિયાન બહાર આવશે.

તો આ તરફ ભાવનગર તોડકાંડમાં સામેલ બીપીન ત્રિવેદીને આખરે સરકારી શિક્ષક પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બીપીન ત્રિવેદી ભાવનગર શહેરની સરકારી શાળા નંબર 38માં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. બીપીન ત્રિવેદીએ વીડિયો વાયરલ કરીને ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર અમુક ઉમેદવારોના નામ ન જાહેર કરવા માટે રૂપિયાનું સેટલમેન્ટ કર્યાનો આરોપ લગાવ્યો હતો.

Dummy scam: ડમીકાંડ મામલે વધુ 5 આરોપી જેલ હવાલે, યુવરાજસિંહના સમર્થનમાં આવ્યો રાજપૂત સમાજ

Dummy scam: ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડ મામલે રોજેરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ગઈ કાલે ડમીકાંડ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ આજે વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત, સંજય સોલંકી,અને મહેશ ચૌહાણને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અન્ય 7 આરોપીઓ પૈકી 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ અને 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Embed widget