Bhavnagar: ભાવનગરના મહેમાન બન્યા પંજાબ સીએમ ભગવંત માન, અમૃતસરમાં થયેલી હિંસા જાણો શું આપ્યું નિવેદન
CM Bhagwat Maan press conference: ભાવનગરની મુલાકાતે આવેલા પંજાબના સી.એમ ભગવત માને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંજાબમાં થઈ રહેલ હિંસાને લઈ આપ્યું મોટું નિવેદન આપ્યું છે.
CM Bhagwat Maan press conference: ભાવનગરની મુલાકાતે આવેલા પંજાબના સી.એમ ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંજાબમાં થઈ રહેલ હિંસાને લઈ આપ્યું મોટું નિવેદન આપ્યું છે, તેમણે અમૃતપાલની ઉપર કટાક્ષ કરીને કહ્યું કે જે હિંસા કરે છે તે પંજાબના વારીશ ન હોય શકે, માત્ર મુઠી ભર લોકો દ્વારા હિંસા ભડકવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે લોકોને વિદેશીમાંથી ફન્ડીગ થઈ રહ્યું છે. પંજાબના સી.એમ દ્વારા આ નિવેદનને લઈ રાજકીય માહોલ ફરી એક વખત ગરમાંયો છે.
નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની ભાવનગરની પાવનધરા પર પંજાબના મુખ્યમંત્રી શ્રી @BhagwantMann નું હાર્દિક સ્વાગત છે.#Welcome #BhagwantMann #Bhavnagar pic.twitter.com/Ej1kDsBheB
— Isudan Gadhvi (@isudan_gadhvi) February 25, 2023
ભાવનગરના આંગણે આજે માન્ધાતા ગ્રુપ દ્વારા 201 સર્વ સમહુ લગ્નનું આયોજન જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ખાસ હાજર રહ્યાં હતા. આ સમૂહ લગ્નનો કાર્યક્રમ આપના જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી દ્વારા યોજવામાં આવ્યો હતો. અહીં પંજાબના મુખ્યમંત્રી એ પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું. મુખ્યપ્રધાને પત્રકાર પરિષદમાં ખાલીસ્તાનીઓની શરૂ થયેલી ચળવળના મામલે કહ્યું હતું કે ધરણા કે પ્રદર્શન કરવાની સૌને છૂટ છે પરંતુ તેની આડમાં હિંસા થાય તે ચલાવી લેવાશે નહીં. તેમણે કહ્યું કે પોલીસ મથક ઉપર હુમલો કરવાની ઘટનાની સૌ નિંદા કરા રહ્યા છે અને આવા તોફાન કરનાર પંજાબી હોઈ શકે નહીં.
પંજાબમાં ખાલીસ્તાનીઓ અલગ શીખ રાજ્યની માંગ થઈ રહી છે જેને લઇ વારંવાર હિંસાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે પંજાબમાં શાંતિ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેને લઈ આજે ભાવનગર ખાતે આવી પહોંચેલા આમ આદમી પાર્ટીના સીએમ ભગવત માને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોટા નિવેદનો આપ્યા હતા. જેમાં તેમને જણાવ્યું હતું કે પંજાબના લોકો કાયમી શાંતિ ઇચ્છી રહ્યા છે. આ સાથે જ પંજાબની સરકાર પણ કોઈપણ પ્રકારે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડે નહીં તે માટે કટિબદ્ધ છે.
ભાવનગર ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં ભગવંત માન ખુલ્લી જીપમાં સમારોહ સ્થળે આવ્યા હતા. અહીં સમૂહ લગ્નમાં તાજેતરમાં 501 દીકરીઓ સમુહ લગ્ન કરાવનાર સુરેશ લાખાણી ખાસ હાજર રહ્યા હતા અને ભગવંત માનએ તેમને પણ શુભેચ્છા પાઠવી હતી. ભગવંત માન અને મહાનુભાવો તેમજ સંતો મહનતોએ નવ દંપત્તિને મંડપમાં જઈને શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા.