શોધખોળ કરો

Vehicle Scrap Yard: દેશનું પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ ભાવનગરમાં બનાવવાની કેન્દ્ર સરકારની જાહેરાતનું થયું સૂરસૂરિયું

BHAVNAGAR: ભાવનગરમાં દેશનું પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની કેન્દ્ર સરકારની વધું એક જાહેરાત અભેરાઈએ ચડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વિકાસની મોટી મોટી વાતો વચ્ચે ભાવનગર ભાંગતું જાય છે.

BHAVNAGAR: ભાવનગરમાં દેશનું પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની કેન્દ્ર સરકારની વધું એક જાહેરાત અભેરાઈએ ચડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વિકાસની મોટી મોટી વાતો વચ્ચે ભાવનગર ભાંગતું જાય છે. છેલ્લા દસ વર્ષમાં અલગ-અલગ કરોડો રૂપિયાની યોજનાઓની વાતો કરવામાં આવી પરંતુ આજ સુધીમાં એક પણ યોજના સાકાર થઈ નથી. એજ રીતે બે વર્ષ પહેલા વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનવાના સપના બતાવવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી સાકાર થયા નથી.

ભાવનગરમાં દેશનું પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની વાત હતી

કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભાવનગરમાં દેશનું પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની વાત હતી. પરંતુ એ માત્ર જાહેરાત જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બે વર્ષ પહેલાં આ જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ સરકારે કચ્છ-ભાવનગરને વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે સાત જેટલા ઉદ્યોગપતિ સાથે MOU પણ કર્યા હતા. આ યોજનામાં એક જીઆઇડીસી ઊભી કરવાની સરકારની વિચારણા હતી અને ત્યારબાદ 15 વર્ષ જુના વાહનો ક્રેપમાં જશે અને ભાવનગર રોલિંગ મિલને દેશનો સ્ક્રેપ મળવાથી ઈમ્પોર્ટ કરવું પડતું સ્ટીલ ઈમ્પોર્ટ નહીં કરવું પડે તેવી પણ વાત હતી.

આ યોજના માત્ર જાહેરાત પૂરતી જ સીમિત રહી ગઈ

આ યોજના થકી સૌથી મોટો ફાયદો પ્રકૃતિને પણ થવાનો હતો કારણ કે જુના વાહનો સ્ક્રેપ યાર્ડમાં ભાંગવાથી પ્રદૂષણ પણ ઓછું થાય અને વાહનોની સંખ્યા પણ ઘટે પરંતુ કેન્દ્ર સરકારની આ યોજના માત્ર જાહેરાત પૂરતી જ સીમિત રહી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે.

ભાવનગરમાં એશિયાનું સૌથી મોટું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પણ આવેલું છે

ભાવનગરમાં એશિયાનું સૌથી મોટું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પણ આવેલું છે જેના કારણે સ્ક્રેપ પણ મળવાનો બહોળા પ્રમાણમાં ફાયદો થઈ શકે તે દૃષ્ટિએ આ વિહિકલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની સરકારનું આયોજન હતું. જેની કેન્દ્ર સરકારે જાહેરાત કર્યા બાદ ભાવનગરના વિકાસના દ્વાર પણ ખૂલે તેવી સંભાવના હતી અને આ સાથે જ રોજગારીની તકો પણ વિપુલ પ્રમાણમાં મળે તે માટે આ યોજના લાભદાયક હતી. પરંતુ કમનસીબી એ છે કે ભાવનગરમાં કેન્દ્ર સરકાર દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલી મોટી જાહેરાતો માંથી એક પણ જાહેરાત સફળ થઈ નથી.

ટોપ સ્ટોરી

Bhavnagar: ઘોઘા રો-રો ફેરીથી દારૂ ઘૂસાડવાના નવા કીમિયાનો પર્દાફાશ, 28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Bhavnagar: ઘોઘા રો-રો ફેરીથી દારૂ ઘૂસાડવાના નવા કીમિયાનો પર્દાફાશ, 28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત
'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત
તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર
તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર

વિડિઓઝ

અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!
Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget