શોધખોળ કરો

જગતના તાત ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી, અનોખી રીતે કર્યો વિરોધ

નિકાસબંધીના વિરોધમાં ડુંગળી પકવતા ખેડૂતોએ નવતર વિરોધ કર્યો છે. ભાવનગરના ઘોઘામાં ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી.

ભાવનગર: નિકાસબંધીના વિરોધમાં ડુંગળી પકવતા ખેડૂતોએ નવતર વિરોધ કર્યો છે. ભાવનગરના ઘોઘામાં ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી. કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવતા ભાવનગર જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ મહુવા અને ભાવનગરમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઘોઘા તાલુકાના નેસવડ, મામસા, ઉખલા સહિતના ગામના ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી  અનોખી રીતે વિરોધ કર્યો છે. 

જગતના તાત ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી, અનોખી રીતે કર્યો વિરોધ

ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા

ડુંગળીની નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવાતા ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે. ડુંગળીના ભાવ તળિયા આવી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ગ્રાહકો બજારમાંથી મોંઘા ભાવે ડુંગળી ખરીદવા મજબૂર બન્યા છે. નિકાસબંધી બાદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતો એક કિલો ડુંગળી માત્ર પાંચ રૂપિયામાં વેંચી રહ્યા છે. પરંતુ તે જ ડુંગળી જ્યારે ખુલ્લા બજારમાં આવે છે. ત્યારે ગ્રાહકોને પ્રતિ કિલોએ 40 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એટલે કે એક કિલો ડુંગળીમાં વેપારીઓના ખિસ્સામાં 35 રૂપિયા જાય છે.

જગતના તાત ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી, અનોખી રીતે કર્યો વિરોધ

ખેડૂતોનું કહેવું છે કે ડુંગળી નિકાસબંધી પહેલા 700થી 800 રૂપિયે મણ વેચાતી હતી. પરંતુ તેના હવે 100 રૂપિયા પણ મળી રહ્યા નથી. પરંતુ નફાખોરી કરીને છુટક બજારમાં વેપારીઓ ઉંચા ભાવ લઈ રહ્યા છે. ખેડૂતોની માગ છે કે સરકાર નિકાબંધી ઉઠાવી લે અથવા તો રાજ્ય સરકાર પોષણક્ષમ ભાવ આપે.

ભાવ તળિયે આવી ગયા

રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જંગી આવક થતા ભાવ તળિયે આવી ગયા છે. યાર્ડમાં ડુંગળીની 1.50 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી. યાર્ડમાં ડુંગળીની આવક થાય તે પહેલા યાર્ડ બહાર બંને બાજુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. ડુંગળીની નિકાસબંધી અને આવક વધુ થતા હરાજીમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી જવા પામ્યો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવમાં રૂપિયા 200નો ઘટાડો જોવા મળ્યો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100/- થી લઈને 300/- સુધીના બોલાયા છે. ડુંગળીના ગગડતા ભાવે જગતાતને રાતા પાણીએ રડાવ્યા છે.

છૂટક બજારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો

કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે તેની જથ્થાબંધ કિંમતો સતત ઘટી રહી છે. જેના કારણે છૂટક બજારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રની લાસલગાંવ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં ગુરુવારે સતત ત્રીજા દિવસે ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં ઘટાડો નોંધાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે આ બજારમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
Embed widget