શોધખોળ કરો

Bhavnagar: ઘોઘા તાલુકામાં આંગણવાડીની મહિલાઓ દ્વારા ICDS કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ 

ઘોઘા તાલુકાના આંગણવાડી મહિલાઓ દ્વારા જિલ્લા પંચાયતની આઇસીડીએસ ઓફિસ કચેરીનો ધેરાવ કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.

ભાવનગર : ઘોઘા તાલુકાના આંગણવાડી મહિલાઓ દ્વારા જિલ્લા પંચાયતની આઇસીડીએસ ઓફિસ કચેરીનો ધેરાવ કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો. 185 થી વધુ મહિલાઓએ પગારની અનિયમિતતા આ ઉપરાંત હક રજા તેમજ નવા આવેલા ઘોઘાનાં CDPO દ્વારા આંગણવાડી મહિલાઓનું શોષણ કરવામાં આવતું હોવાના આરોપ સાથે આંગણવાડી મહિલાઓએ સૂત્રોચાર સાથે ધરણા યોજી ઓફીસ બહાર દેખાવ કર્યો હતો. 

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં 185 જેટલી આંગણવાડી મહિલાઓ પોતાની ફરજ બજાવી રહી છે જેમાં ગત મહિનામાં આ તમામ મહિલાઓ પોતાની હક રજા પર યુનિયનની બેઠક હોવાથી માસ CL મૂકી હતી પરંતુ તેમનો પગાર કાપી લેવામાં આવતા આંગણવાડી કર્મચારીની મહિલાઓ આજે રોષે ભરાઈ હતી.  આ સાથે જ આંગણવાડીની મહિલાઓનો આક્ષેપ છે કે તેઓ સમયસર પોતાનું બિલ મૂકી દે છે તેમ છતાં પાંચ સાત મહિના સુધી પગારમાં ચૂકવવામાં આવતો નથી. તેમજ ઘોઘા તાલુકામાં તાજેતરમાં મહિલા સીડીપીઓની નિમણૂક થઈ છે જે મહિલા અધિકારી આંગણવાડી કર્મચારીની મહિલાઓનું શોષણ કરી રહ્યા છે જેથી તેમને હટાવવામાં આવે તેવી આંગણવાડી મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. 

સૌથી વધુ આંગણવાડીની મહિલાઓ આજે જિલ્લા પંચાયતની icds પ્રોગ્રામ ઓફિસરની કચેરી પર પહોંચી હતી.  જ્યાં ઉગ્ર સૂત્રોચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.  જોકે આંગણવાડીની મહિલાઓ રજૂઆત કરવા આવતા આઇસીડીએસ કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવતા તમામ મહિલાઓ કચેરીની બહાર બેસી ગઈ હતી અને વિરોધ નોંધાવ્યો હતો. બે કલાક સુધી પોતાની રજૂઆત કરવા આવેલી મહિલાઓની કોઈ અધિકારી દ્વારા રજૂઆત નહીં સાંભળતા મહિલાઓ વધુ આક્રોશે ભરાઈ હતી અને સીડીપીઓ અધિકારી સાથે ધક્કા મૂકી કરી હતી. 

જોકે આ બાબતે ભાવનગરના સીડીપીઓ અધિકારી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે આંગણવાડીની મહિલાઓ દ્વારા બે દિવસ આંગણવાડી બંધ રાખવામાં આવી હ. તી આ સાથે જ સરકારની સંજીવની યોજના અંતર્ગત જે દૂધ આપવામાં આવે છે તે પણ આપવામાં આવ્યું ન હતું જેના કારણે આ પગલા ભરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં આંગણવાડી કર્મચારીની મહિલાઓના હકમાં નિર્ણય આવે છે કે નહીં. રજૂઆત કરવા આવેલી મહિલાઓએ ચીમકી આપી હતી કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે કે સંતોષવામાં નહીં આવે તો તેઓ દરરોજ આઇસીડીએસ કચેરીએ ધરણાનો કાર્યક્રમ આપી વિરોધ વ્યક્ત કરશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ

ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો

2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

IPS Promotion News: રાજ્યના 23 IPS અધિકારીઓને મળ્યું પ્રમોશન, કોણ બન્યું DGP?Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

CBSE: આજથી શરૂ CBSE બોર્ડ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, જાણો ગાઇડલાઇન્સ

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Embed widget