શોધખોળ કરો

Bhavnagar: ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો લીધો જીવ, એક્ટિવા પર જતા આધેડને મારી ટક્કર

ભાવનગર: જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે છતા પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. આજે ફરી એક વખત રખડતા ઢોરના કારણે નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

ભાવનગર: જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે છતા પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. આજે ફરી એક વખત રખડતા ઢોરના કારણે નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. 67 વર્ષીય પ્રદીપભાઈ ત્રિવેદીના વ્યક્તિને રખડતા ઢોરે અડફેટે લેતા મોતને ભેટ્યા છે. પ્રદીપભાઈ મહુવાથી તલગાજરડા રોડ પર પોતાની એક્ટિવા બાઈક લઈને જઈ રહ્યા હતા એ દરમિયાન રખડતા ઢોરે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

જેમને પ્રથમ સારવાર માટે મહુવાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન આજે આ પ્રદીપભાઈનું મોત થયું છે. ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ હવે એટલી હદે વધી ગયો છે કે વારંવાર આ પ્રકારના બનાવો સામે આવે છે. જોકે, આટલા બધા લોકોના મોત થયા હોવા છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં નથી આવતા તેવા આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. 

રખડતા ઢોર મુદ્દે ગુજરાત સરકારની નવી ગાઇડલાઇન જાહેર

રખડતા ઢોરના વધતા ત્રાસ અને હુમલાઓને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્ધારા ઝાટકણી કાઢ્યા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી. હાઈકોર્ટે 11 જુલાઈના અમદાવાદના બિસ્માર રોડ અને રખડતા ઢોર મુદ્દે સરકાર અને અમદાવાદ મહાપાલિકાની ઝાટકણી કાઢી હતી. હવે રાજ્ય સરકારે રખડતા ઢોરને લઈ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ વિસ્તારોમાં રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે.પરમિશન માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. તો જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.

રખડતા ઢોરોને નિયંત્રણમાં રાખવા માટે માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ તૈયાર કરવા 10 સભ્યોની કમિટીને જવાબદારી સોંપાઈ હતી. તમામ પાસાઓના વિચારણાની અંતે રાજ્ય સરકારે રખડતા ઢોર માટે માટે એક કોમન માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમા હવે મહાનગરપાલિકા ઉપરાંત નગરપાલિકાઓમાં ઢોરનું રજિસ્ટ્રેશન કરી લાયસન્સ ફરજિયાત બનાવાયુ છે. આ ઉપરાંત પશુઓની ઓળખ કરી શકાય તે માટે ચીપ અને ટેગ પણ લગાવવા પડશે. સરકારની નવી ગાઇડલાઇન અનુસાર, રોડ પર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે અને જો રજિસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો ઢોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. સરકાર દ્વારા રાજ્યના તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓને ટેગ લગાવવાની કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી છે.

નવા નિયમો અનુસાર મનપા અને નપામાં ઢોર રાખવા માટે પશુપાલકે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. લાયસન્સ અને નોંધણી પેટે સરકાર રૂપિયા 750 ઉઘરાવશે. સાથે દર 3 વર્ષે પશુઓના લાયસન્સ અને નોંધણી રીન્યુ કરવવા પડશે. તેમજ ઢોર રસ્તા પર રખડતા દેખાશે તો તેના માલિક પાસેથી 1000થી લઇ 10000 રૂપિયા સુધીનો દંડ વસૂલવાની પણ જોગવાઇ કરવામાં આવી છે. જો પકડાયેલા પશુઓ માલિક નહિ છોડાવે તો દુધાળા પશુઓની હરાજી કરવામાં આવશે. પશુ પકડવાની ટીમમાં સ્થાનિક પોલીસનો સમાવેશ કરવામાં આવશે. પશુ પકડવાની કામગીરીમાં અડચણ કરનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરાશે. જે પશુ માલિકો પાસે જગ્યા નહિ હોય તેમને પશુઓ શહેરની બહાર લઈ જવા પડશે.રખડતાં પશુઓના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે.

રખડતા ઢોર પકડાય તો કેટલો દંડ થશે?

ગુજરાત સરકારે મહાનગર પાલિકા અને નગરપાલિકામાં રોડ-રસ્તા પર રખડતા ઢોર પકડાશે તો પશુમાલિકો પાસેથી દંડ વસૂલવાની જોગવાઇ કરવામાં આવે છે. ગાય-ભેંસ, વાછરડાં, ઘેટા,બકરા, ઘોડા,ગધેડા જેવા રખડતા પશુઓ માટે અલગ-અલગ દંડની રકમ નક્કી કરાઇ છે. જો ગાય, ભેંસ અને બળદ, ઘેટા, બકરા, ઘોડા, ગધેડા, ઉંટ, હાથી, ડુક્કર રખડતા પકડાય તો પશુમાલિક પાસેથી 1000 રૂપિયાથી લઇને 10 હજાર રૂપિયાનો  દંડ વસૂલવામાં આવશે. તેમજ જ્યાં સુધી તે સરકારી કબજામાં રહેશે ત્યારે દિવસ દીઠ ઘાસચારાના 200 રૂપિયાથી લઇને 1000 રૂપિયા અને વહીવટી ચાર્જ પેટે 200 રૂપિયાથી લઇને 1000 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
Embed widget