Bhavnagar Rain: ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Bhavnagar Rains: આજે સતત ત્રીજા દિવસ પણ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો હતો. જિલ્લાના ગારીયાધાર, પાલીતાણા પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.
Bhavnagar Rain Updates: હવામાન વિભાગ (Metrological department) દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ (Rain forecast for upcoming 3 days) મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, 24 કલાકમાં દ્વારકા પોરબંદર અને કચ્છ માં ભારે વરસાદની આગાહી છે.છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર માં 64 MM વરસાદ નોંધાયો હતો.
આજે સતત ત્રીજા દિવસ પણ ભાવનગર જિલ્લાના (Bhavnagar rains) વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો હતો. જિલ્લાના ગારીયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગારીયાધારના (gariyadhar) ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયું છે. ગારીયાધારના મોરબા, પાંચ પીપળા, નવાગામ, સુખપર, નાના રાજકોટ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ઉપર વાસ પડેલા વરસાદના કારણે ગારીયાધારમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં (Shetruniji river) નવા નીરની આવક શરૂ થઈ છે.
ભાવનગરનાં પાલીતાણાનાં વાતાવરણમાં (Palitana weather changed) અચાનક પલટો આવ્યો છે. સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ છવાયો હતો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી (rainy atmospheres in rural area) માહોલ સર્જાયો હતો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જીવાપુર, ડુંગરપુર, વિરપુર, લુવારવાવ, ઘેટી, આદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ હતો. સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
કઈ તારીખે ક્યાં વરસાદની આગાહી
- 16 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે.
- 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
- 18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.
- 19 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે.
- 20 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
દ્વારકા જિલ્લામાં પણ વરસાદ
દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ સવારે 6:00 વાગ્યા આસપાસ ભાણવડ માં ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, સાથે જ ખેતરોમાં પાણી પાણી થયા હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા. વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રમાં ખૂબ જ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ ખંભાળિયા પંથકમાં બપોરે 11 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં બે કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના માર્ગો પાણી પાણી થયા હતા અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.. તો ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પણ પાણી ભરેલા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા અસત્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ખૂબ જ ઠડક પસરી હતી જેને લોકો મન ભરીને માની રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ખેતરોમાં ખૂબ જ પાણી ભરાતા ખેડૂતો પણ ખુશ થયા હોય અને વાવણી લાયક વરસાદને વધાવતા હતા.
આ પણ વાંચોઃ
દ્વારકાના ભાણવડમાં 2.5 ઇંચ તો ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જળાશયોમાં આવ્યા નવા નીર