શોધખોળ કરો

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં વરસાદનું આગમન, પાલીતાણા અને ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો

હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.  ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.

ભાવનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.  ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  જિલ્લાના પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે.  શહેરના અનેક વિસ્તારોમાં મેઘાની ધમકેદાર બેટિંગ જોવા મળી છે. 

પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ  જામ્યો છે. પાલીતાણાના સોનપરી, ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનિડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે.  વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. 

રાજકોટના જસદણ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લાના જસદણ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે.  આટકોટ,ગરણી,ગુંદાળા,  જંગવડ, સાણથલી, વીરનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 

આટકોટ અને સાણથલી ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર અને ખેતરોમાં પાણી વહેતા થયાં હતા.  સાણથલી ગામે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.  આજે સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છ. 

સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  વાવણી લાયક વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં હજી પડધરી અને જસદણ પંથકના અમુક ગામડાઓમાં જ વાવણી લાયક વરસાદ વરસ્યો છે.   

ગોંડલ તાલુકામાં વરસાદ 

રાજકોટ ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. ગોંડલના સીમ વિસ્તારમાં  મોટા ઉમવાળા, નાના ઉમવાળા, અનિડા ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  ભારે પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે.  અમુક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે. 

ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. 

અંબાલાલ પટેલે મોટી આગાહી

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે, ક્યાંક ક્યાંક ધીમી ધારે અને ઝરમર વરસાદ શરૂ થયો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, અંબાલાલ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. 

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા, ડાંગ અને વલસાડમાં 8 ઈંથી વધુ વરસાદ પડશે. સુરત સહિતના ભાગમાં 4થી 5 ઈંચ વરસાદ પડશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 1 ઈંચ સુધીનો પડશે ખાબકશે. આગામી 28 જૂનથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે થશે.

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget