શોધખોળ કરો
Advertisement
ભાવનગર માટે ચિંતાના સમાચાર, 7 વર્ષના બાળક સહિત વધુ બે લોકોનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ
ભાવનગરમાં અત્યાર સુધીમાં 3365 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 97 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ભાવનગરઃ શહેર માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં વધુ બે કેસ કોરોનાના પોઝિટિવ આવ્યા છે. શહેરના રૂવાપરી વિસ્તારમાંથી નવા બે કેસ મળી આવ્યા છે. 7 વર્ષના બાળક અને 33 વર્ષીય યુવાનનો કેસ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ ભાવનગર જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 97એ પહોંચી ગઈ છે. જ્યારે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે.
ભાવનગરમાં અત્યાર સુધીમાં 3365 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 97 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી 42 લોકો રિકવર થયા છે જ્યારે 7 લોકોના મોત થયા છે. ભાવનગરમાં હાલમાં 671 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.
11 મેના રોજ સાંજે સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ 347 નવા કેસ સામે આવ્યા છે, તેની સાથે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 8542 પર પહોંચી છે. જ્યારે વધુ 20 દર્દીઓના મોત થયા છે અને 235 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના અત્યાર સુધીમાં 513નાં મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 20 લોકોનાં મોત થયા છે. જેમાંથી 6નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 14નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 20 પૈકી અમદાવાદમાં 19 અને મહેસાણામાં 1 મોત થયું છે. આ સાથે ગુજરાતમાં કોરોનાથી કુલ 513 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 8542 કોરોના કેસમાંથી 31 દર્દી વેન્ટિલેટર પર છે અને 5218 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2780 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 116471 ટેસ્ટ થયા જેમાંથી 8542 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
આરોગ્ય
Advertisement