શોધખોળ કરો

Bhavnagar: ભાવનગરના સીદસરમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા જતા યુવકને ડમ્પરે કચડતા મોત 

ભાવનગર શહેરના સીદસર નજીક ડમ્પર ચાલકે યુવાનને અડફેટે લેતા મોત થયું છે. અનિલ નામનો યુવાન દુકાન પર વસ્તુ લેવા માટે ઘરેથી નીકળ્યો હતો તે સમયે ડમ્પરે તેનો ભોગ લીધો છે.

ભાવનગર: ભાવનગર શહેરના સીદસર નજીક ડમ્પર ચાલકે યુવાનને અડફેટે લેતા મોત થયું છે. અનિલ નામનો યુવાન દુકાન પર વસ્તુ લેવા માટે ઘરેથી નીકળ્યો હતો તે સમયે ડમ્પરે તેનો ભોગ લીધો છે.  પાછળના વ્હીલમાં યુવાનનું માથું આવી જતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. ડમ્પર ચાલક અકસ્માત બાદ ડમ્પરેને મૂકીને ભાગી ગયો હતો.  બનાવ બન્યો ત્યાં આર.સી.સી રોડ નું કામ ચાલી રહ્યું છે આમ છતાં ડાયવર્ઝન માટે કોઈ બોર્ડ લગાવવામાં આવ્યું નહોતું,  જેના કારણે ભારે વાહનોની અવરજવર થતી હતી. 

ભાવનગર શહેરના સીદસર નજીક ડમ્પર  ચાલકે યુવાનને અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.  અનિલ (32) નામનો યુવાન દુકાન પર વસ્તુ લેવા માટે ઘરેથી નીકળ્યો હતો. આ સમયે ડમ્પરે યુવકને કચડી નાખ્યો હતો.  પાછળના વ્હીલમાં યુવકનું માથું આવી જતા સ્થળ પર જ મોત થયું હતું. 

એક્ટિવા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2 યુવતીઓના ઘટનાસ્થળે મોત

બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે.  થરાદ-સાંચોર હાઇવે પર એક્ટિવા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.  દૂધવા નજીક અકસ્માતમાં  એક્ટિવા પર સવાર 3 યુવતીઓમાંથી 2ના મોત થયા છે જ્યારે અન્ય એક યુવતી ઇજાગ્રસ્ત થઈ છે. અકસ્માતની ઘટનાને લઈ સ્થળ પર  લોકોના ટોળા ઉમટી પડ્યા છે. આ ઘટનામા ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ખસેડાઈ છે. જ્યારે 2 મૃતક યુવતીઓના મૃતદેહને પીએમ માટે  થરાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.  અકસ્માતની ઘટનાને લઈ પોલીસે  ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના ધાનેરા-થરાદ હાઇવે પર ભયાનક અકસ્માત

બનાસકાંઠામાં ધાનેરા-થરાદ હાઇવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં ધાનેરા-થરાદ હાઈવે પર કાર પલટી જતા ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સ્કોર્પિયો કાર કોઇ અન્ય કારનો પીછો કરી રહી હતી તે સમયે પલટી ગઇ હોવાની ચર્ચા ચાલી રહી છે . સ્કોર્પિયો કારની સ્પીડ એટલી વધારે હતી કે કાર ત્રણ દુકાનના શેડ અને શટર તોડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. 

સુરતમાં સીટી બસે ટક્કર મારતા 18 વર્ષીય યુવકનું મોત

સુરતમાં અકસ્માતના કારણે વધુ એક વ્યક્તિનો જીવ ગયો છે. સુરતમાં સીટી બસે ટક્કર મારતા 18 વર્ષીય યુવકનું મોત થયું હતું. ત્રણ મિત્રો  બાઈક પર સવાર હતા. આ દરમિયાન ટ્રાફિક પોલીસને જોઈ  BRTS રૂટ પર બાઈક નાખી ભાગવા ગયા હતા. ત્યારે જ પાછળથી પુરઝડપે આવી રહેલ સીટી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાદમાં સીટી બસ ચાલક રસ્તા વચ્ચે બસ મૂકી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં 18 વર્ષીય ફરીદ શેખને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાર બાદ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ છે. અકસ્માત બાદ વેસુ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સીટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.      

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
Looteri Dulhan: મહેસાણામાં ઝડપાઈ લૂંટેરી દુલ્હન, 15થી વધુ લગ્ન કરી છેતરપિંડી આચરી
Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળ નજીક મકાનમાંથી બોંબ જેવી મળી વસ્તુ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
Gold Rate: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, ચાંદી પણ 2000 રુપિયા સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, ચાંદી પણ 2000 રુપિયા સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત 
મહારાષ્ટ્રના થાણેમાં રફતારનો કહેર, કારે અનેક લોકોને કચડી નાખ્યા, 2ના મોત
મહારાષ્ટ્રના થાણેમાં રફતારનો કહેર, કારે અનેક લોકોને કચડી નાખ્યા, 2ના મોત
Embed widget