શોધખોળ કરો
ભારતમાં સામાન્ય-પેટા ચૂંટણી માટે ગાઇડલાઇન જાહેરઃ કઈ કઈ શરતોનું કરવું પડશે પાલન?
ઉમેદવારો ઓનલાઇન નોમિશન કરી શકશે. તેમજ લોકોએ ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓ દરમિયાન ચહેરો માસ્ક પહેરવું પડશે.
![ભારતમાં સામાન્ય-પેટા ચૂંટણી માટે ગાઇડલાઇન જાહેરઃ કઈ કઈ શરતોનું કરવું પડશે પાલન? Breaking : Voting Guidelines Election Commission of India issues guidelines for general elections, by-elections during COVID-19 ભારતમાં સામાન્ય-પેટા ચૂંટણી માટે ગાઇડલાઇન જાહેરઃ કઈ કઈ શરતોનું કરવું પડશે પાલન?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/21221509/EC.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોના મહામારી દરમિયાન ચૂંટણી યોજવાનો રસ્તા સાફ થઈ ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે COVID-19 દરમિયાન સામાન્ય ચૂંટણીઓ / પેટા-ચૂંટણીઓ યોજવા માટે માર્ગદર્શિકા જારી કરે છે.
આ ગાઇડલાઇન પ્રમાણે ઉમેદવારો ઓનલાઇન નોમિશન કરી શકશે. તેમજ લોકોએ ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓ દરમિયાન ચહેરો માસ્ક પહેરવું પડશે. નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો ખાલી પડી છે. જેની ચૂંટણીની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ત્યારે હવે આ નવી ગાઇડલાઇન આવતાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે.
ગાઇડ લાઇનમાં રાજ્ય અને જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર કક્ષાએ નોડેલ હેલ્થ ઓફિસરની નિયુક્તિ કરવા જણાવ્યું છે. ચુંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ માસ્ક પહેરવુ ફરજિયાત છે. પ્રવેશ સમયે દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રિનિંગ થશે. સેનેટાઈઝર, પાણી અને સાબુ ઉપલબ્ધ રાખવા પડશે.
કોવિડ 19ની ગાઈડ લાઈન પ્રમાણે સોશ્યલ ડિસ્ટંન્સિંગ માટે યોગ્ય વ્યવસ્થા જરૂરી છે. ઓન લાઈન ઉમેદવારી નોંધાવી શકાશે . ઉમેદવારો સોગંદનામુ અને ડિપોઝિટ પણ ઓનલાઈન ભરી શકશે. ઉમેદવારી પત્ર ભરતાં સમયે ફક્ત બે વ્યક્તિ ઉપસ્થિત રહી શકશે. ડોર ટુ ડોર પ્રચારમાં ઉમેદવાર સહિત માત્ર પાંચ વ્યક્તિ રહી શકશે. જાહેર સભાના આયોજનના નિયંત્રણ માટે જિલ્લા ચુંટણી અધિકારીને સત્તા આપવામાં આવી છે. ચુંટણી પ્રચાર માટેના જાહેર સભાના મેદાનોમાં સોશ્યલ ડિસ્ટંન્સિંગ અંગેનુ પહેલાંથી માર્કિંગ કરવું પડશે.
SDMAએ નક્કી કરાયેલા ધારાધોરણ પ્રમાણે લોકોની મહત્તમ સંખ્યા જોવાની જવાબદારી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડાની રહેશે. ઈવીએમ અને વીવીપેટ્સના રેન્ડમાઈઝેશન માટે મોટા હોલની વ્યવસ્થા કરવી પડશે. આ પ્રક્રિયામાં રોકાયેલા લોકોએ ગ્લોવઝ પહેરવુ આવશ્યક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)