શોધખોળ કરો
Advertisement
સેકન્ડ હેન્ડ બાઇક ખરીદતી વખતે આ 5 ટિપ્સ રાખો ધ્યાનમાં, થશે ફાયદો
નવી બાઇક્સ ઉપરાંત દેશમાં સેકંડ હેંડ બાઇક્સનું પણ મોટું બજાર છે.
નવી દિલ્હીઃ નવી બાઇક્સ ઉપરાંત દેશમાં સેકંડ હેંડ બાઇક્સનું પણ મોટું બજાર છે. પરંતુ નવી બાઇક જેટલી ખરીદવી સરળ છે તેટલી જૂની બાઇક ખરીદવી મુશ્કેલ છે. અહીંયા અમે તમને જૂની બાઇક ખરીદવાની ટિપ્સ જણાવી રહ્યા છીએ.
સર્વિસ રેકોર્ડઃ જો તમે સેકન્ડ હેન્ડ બાઇક લેવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા બાઇકની સર્વિસ હિસ્ટ્રી ચેક કરો. તેની કિંમતથી તમને ખબર પડી જશે કે સર્વિસ ક્યારે અને કેટલી વખત થઈ છે. સર્વિસ હિસ્ટ્રીથી એન્જિન ઓઇલ સમયસર બદલાવ્યું છે કે નહીં તે પણ જાણી શકાશે. આ ઉપરાંત RC બુક ચેક કરો.
ઈન્શ્યોરન્સઃ સેકન્ડ હેન્ડ બાઇક ખરીદતી વખતે તેન ઇન્શ્યોરન્સ કરાવ્યો છે કે નહીં તે ચેક કરો. ઈન્શ્યોરન્સ પેપર્સ તમારા નામે ટ્રાન્સફર થશે કે નહીં તે પણ સુનિશ્ચિત કરો. બાઇક વેચવાની તારીખ સુધી તેનો રોડ ટેક્સ ચુકવી દીધો છે કે નહીં તે પણ તપાસો.
મિકેનિક પાસે ચેક કરાવોઃ જ્યારે પણ સેકન્ડ હેન્ડ બાઇક ફાઇનલ કરો ત્યારે કોઈ જાણકાર મિકેનિકને જરૂર સાથે લઈ જાવ. મિકેનિક બાઈકને જોઈ અને તેના સ્ટાર્ટ કરી ખરીદવા લાયક છે કે નહીં તે જણાવશે.
ટેસ્ટ રાઇડ લોઃ જે બાઇક ખરીદવા જઈ રહ્યા છો તેની ટેસ્ટ રાઇડ લો. ડ્રાઇવ કર્યા વગર સોદો ફાઇનલ ન કરો. બાઇક ચલાવીને પિકઅપ, ગિયર શિફ્ટિંગ, એક્સિલેરેટરમાં ખામી છે કે નહીં તે ચકાસો.
NOC: બાઇક ખરીદતી વખતે માલિક પાસેથી એનઓસી જરૂર લો. બાઇક પર કોઈ લોન તો નથી ને તે ખાસ ચેક કરો. જો બાઇક લોન લઈને ખરીદવામાં આવી હોય તો તે વ્યક્તિ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું જરૂરી છે. આ સર્ટિફિકેટ લોનની તમામ રકમ ચુકવી દીધી હોવાનું પ્રમાણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement