શોધખોળ કરો

તમારા હાથમાં કેટલા રૂપિયા આવશે? 8th Pay Commission નું ગણિત સમજો, શું પગાર ₹1 લાખને પાર થશે?

8th Pay Commission Latest News 2026: 8માં પગાર પંચ બાદ તમારો પગાર કેટલો વધશે? ફિટમેન્ટ ફેક્ટર 2.6 ના આધારે જાણો Level 3, 6 અને 10 ના કર્મચારીઓના પગારનું સંપૂર્ણ ગણિત અને HRA માં થતા ફેરફારો.

8th Pay Commission Latest News 2026: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર આવી રહી છે. ફિટમેન્ટ ફેક્ટરના નવા ગણિત મુજબ Level 3 થી Level 10 સુધીના કર્મચારીઓના પગારમાં જંગી વધારો થવાની શક્યતા છે. વર્ષ 2026 નજીક આવી રહ્યું છે તેમ લાખો કર્મચારીઓ એ જાણવા આતુર છે કે નવું પગાર મેટ્રિક્સ લાગુ થયા બાદ તેમના ખાતામાં દર મહિને કેટલો પગાર જમા થશે.

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અત્યારે માત્ર એક જ વાતની રાહ જોઈ રહ્યા છે – 8th Pay Commission (8મું પગાર પંચ). સરકાર તરફથી હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ નિષ્ણાતો અને જૂના આંકડાઓના આધારે પગાર વધારાનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. આ નવા પંચમાં સૌથી મહત્વનો રોલ 'ફિટમેન્ટ ફેક્ટર' (Fitment Factor) નો રહેશે, જે સીધો તમારા મૂળ પગારને અસર કરશે.

પગાર વધારાનું ગણિત સમજવા માટે ફિટમેન્ટ ફેક્ટરને સમજવું જરૂરી છે. આ એ આંકડો છે જેના વડે તમારા હાલના મૂળ પગાર (Basic Salary) ને ગુણવામાં આવે છે. અંદાજ મુજબ, 8માં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.5 થી 2.8 ની વચ્ચે રહેવાની પ્રબળ ધારણા છે. ઉદાહરણ તરીકે, જો આપણે 2.6 નું ફિટમેન્ટ ફેક્ટર ગણીએ અને તમારો હાલનો બેઝિક પગાર ₹35,400 હોય, તો નવો બેઝિક પગાર ₹92,040 ની આસપાસ પહોંચી શકે છે.

ફક્ત બેઝિક પગાર જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા ભથ્થાં (Allowances) માં પણ મોટો વધારો થશે. HRA (ઘર ભાડું ભથ્થું) શહેરના પ્રકાર પર આધાર રાખશે. મેટ્રો સિટી માટે 24%, મોટા શહેરો માટે 16% અને નાના શહેરો માટે 8% રહેવાની શક્યતા છે. જો તમારો નવો બેઝિક પગાર ₹92,000 હોય અને તમે મેટ્રો સિટીમાં રહો છો, તો HRA પેટે જ તમને અંદાજે ₹22,000 મળી શકે છે.

જો આપણે Level 6 ના કર્મચારીનું ઉદાહરણ લઈએ તો તેમની સેલેરી સ્લિપમાં મોટો ફેરફાર જોવા મળશે. નવો મૂળ પગાર, HRA અને ટ્રાવેલ ભથ્થું (TA) ઉમેરતા કુલ પગાર (Gross Salary) અંદાજે ₹1,17,600 સુધી પહોંચી શકે છે. તેમાંથી NPS અને અન્ય કપાત બાદ કરતા, હાથમાં આવતો ચોખ્ખો પગાર (Net Take Home Salary) ₹1,00,000 થી વધુ હોવાનો અંદાજ છે.

અન્ય લેવલની વાત કરીએ તો, Level 3 ના કર્મચારીઓનો અંદાજિત પગાર ₹65,000 થી ₹68,000 ની વચ્ચે હોઈ શકે છે. જ્યારે Level 10 પર રહેલા ઉચ્ચ અધિકારીઓ માટે પગાર ધોરણ ખૂબ ઊંચું જશે, જે અંદાજે ₹1,60,000 થી ₹1,65,000 સુધી પહોંચી શકે છે. આમ, દરેક વર્ગના કર્મચારીઓને મોટો આર્થિક લાભ થવાની શક્યતા છે.

હવે સવાલ એ છે કે આ બધું ક્યારે લાગુ થશે? ઈતિહાસ પર નજર કરીએ તો, પગાર પંચના અમલીકરણમાં થોડો સમય લાગે છે. ભલે ચર્ચાઓ 2026 માટે ચાલી રહી હોય, પરંતુ વાસ્તવિક અમલ 2027 માં થવાની શક્યતા વધુ છે. જોકે, કર્મચારીઓને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વિલંબના કિસ્સામાં પાછલી અસરથી બાકી રકમ (Arrears) ચૂકવવામાં આવે છે. ત્યાં સુધી 7th Pay Commission મુજબ પગાર મળવાનું ચાલુ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: ₹55થી ₹18,000 સુધીની સફર, કેવી રીતે બદલાયો બેઝિક પગાર?
8th Pay Commission: ₹55થી ₹18,000 સુધીની સફર, કેવી રીતે બદલાયો બેઝિક પગાર?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Embed widget